Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 444 ધન્યકુમાર ચરિત્ર. લાગ્યા, અનેક શૃંગારેલા અની હાર સાથે ચાલવા લાગી, અને નેક પ્રકારના વાછ વાગવા લાગ્યા અને પ્રદ્યોતરાજાની પછવાડે એક સેવક શ્વેત છત્ર લઈને ઉભો રહ્યો. એ રીતે મગધના લેકે તથા રાજસામેતાદિકથી પરવરેલા ચંડપ્રદ્યોતરાજા બહુ મહેસૂવપૂર્વક રાજગૃહી નગરી તરફ ચાલ્યા. ડું ચાલ્યા એટલે શ્રેણિક મહારાજ પણ સામે આવ્યા. બંને એક બીજાની દષ્ટિપથમાં આવ્યા કે વાહનમાંથી બંને ઉતરી ગયા. કેટલાક પગલા પગે ચાલીને બંનેએ અને અન્ય પ્રણામ કર્યા, ગાઢ આલિંગન કરીને, જુહાર કરીને, બહુમાનપૂર્વક એક બીજાના કુશળક્ષેમની વાર્તા પૂછીને બહુ આદરથી બંનેએ શિષ્ટાચાર કર્યો અને બંને એક સરખા હાથી ઉપર બેસીને પરસ્પર વાર્તા કરતા નગરની નજીક આવ્યા. તે વખતે શ્રેણિક અને અભયકુમારે બહુમાન દેખાડવા માટે પ્રોત રાજાને આગળ કરીને નગરના દ્વારમાં પ્રવેશ કરાવ્યો. સુવર્ણ, રૂપાનાણું તથા ફુલેથી તેમને વધાવ્યા અને બંદીજનોને ઈચ્છિત દાન આપ્યું. ત્રિપથ, ચતુપથ, મહાપથ, રાજપથાદિકમાં બે, ત્રણ, ચાર, પાંચ, યાવત સાત માળવાળા દેવના આવાસ જેવા મકાને અને આવાસે તથા મંદિરે જોતાં, શ્રેણી, વ્યાપારી, રાજપુરૂષ અને પ્રાકૃત પુરૂષના પ્રામાદિ સ્વીકારતાં અનુક્રમે તેઓ સર્વે રાજદ્વાર પાસે આવ્યા એટલે વાહન ઉપરથી ઉતરીને શ્રેણિક રાજાએ બહુમાનપૂર્વક પ્રદ્યોતરાજાને રાજદ્વારમાં પ્રવેશ કરા. તે વખતે અંતઃપુરમાં રહેલ સ્ત્રીવર્ગે મણિ તથા મુક્તાફળથી પ્રદ્યોતરાજાને વધાવ્યા. પછી બંને રાજાઓ હાથમાં હાથ મિલાવિને રાજસભામાં આવ્યા. પરસ્પર અતિ આગ્રહથી શિષ્ટાચાર સાચવતાં બંને જણા સમાન આસન ઉપર બેઠા. તે વખતે રાજનાં