Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 460 ધન્યકુમાર ચરિત્ર. મૂળ શુદ્ધ એવા સેંકડે ગુણને નહિ છોડતાં બેલ્યા કે-“જો તમારૂં અંતઃકરણ તેમજ ખુશી હોય તે બહુ સારું. મારે તે તમારી આજ્ઞા પ્રમાણજ છે.” આ પ્રમાણે કહીને ભંડારીને બેલાવિીને આજ્ઞા કરી કે–“ આ ત્રણે પૂજય વડીલ બંધુઓને દરેકને ચૌદ ચૌદ સુવર્ણકટી આપે.” તે સાંભળીને તેણે કહ્યું કે બહુ સારૂં, વામીની આજ્ઞા મારે પ્રમાણ છે. તે પ્રમાણે કહીને તથા પ્રણામ કરીને તે ત્રણેને ભંડારીએ કહ્યું કે–“આવે, પધારે, સ્વામીની આજ્ઞાનુસાર ચૌદ સુવર્ણ કે ટી તમને આપું.” તેથી તેઓ ધન ગ્રહણ કરવા ભંડારીની સાથે ચાલ્યા. તે વખતે જે સભાજને, પરિજન તથા અન્ય લેકે ત્યાં બેઠેલા હતા તે ધન્યના ગુણોથી તથા બંધુઓના દ્વેષથી ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને હાથ ઉંચા કરીને વાદીર્વાદની જેમ પરસ્પર બેલવા લાગ્યા કે“એક તરફ આ ત્રણે બંધુઓનું માત્સર્ય તથા નિર્ધનતાના ઇંદ્રની કોટીનું તથા બીજી બાજુ ધન્યકુમારના બંધુનેહ તથા ઉદારતાના ઠંદ્રની કેટીનું પ્રમાણ કરે. આ જગતમાં પિતાનું અગર પારકું ધન ગ્રહણ કરવાને તે સર્વ ઈચ્છે છે, તેવા તે ઘણા હેય છે, પરંતુ જેઓ પિતાની ભુજાના બળથી ઉપાર્જન કરેલ પ્રભુત દ્રવ્ય દુશ્મન નેને પણ આપી છે તેવા જને બહુ દુર્લભ હોય છે–તેવા માણસે દેખાવા મુશ્કેલ છે.” - હવે ધન્યની આજ્ઞાથી ભંડારીએ ત્રણે બંધુને પ્રત્યેકને ચૌદ ચૌદ કેટી સુવર્ણ મહેરે આપી. તે લઈને તેઓ બહાર નીકળતા હતા, તેવામાં હાથમાં મુશ્ર ધારણ કરેલા તે ધનના અધિષ્ઠાયિક દેએ વીર સુભટ ચેરને રેકે તેવી રીતે કારમાં તર- - તજ તેમને ક્યા, અને પ્રત્યક્ષ થઈને બેલ્યા કે—“અરે નિર્ભાગ્ય