Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પવિ. 463 મિટા ભાઈઓને માલવમંડળમાં પિતાના નિવાસના ગ્રામનું નામાદિક પૂછીને પિતાના વિશ્વાસવાળા પ્રધાન પુરૂષને અનેક રથ, અશ્વ, પાયદળ વિગેરે પરિવાર સહિત ત્યાં મેકલ્યા. તેઓ અતિ બહુમાન તથા યત્નપૂર્વક ધન્યકુમારના માબાપને તથા તેની ત્રણે ભેજાઈઓને રાજગૃહી લઈ આવ્યા. “રાજગ્રહના ઉપવનમાં તેઓ આવેલા છે. તેવા સમાચાર મળતાં મોટા આડંબર સહિત ચારે ભાઈઓ માબાપની સન્મુખ ગયા, અને માબાપને નમસ્કાર કરીને દાન તથા માનપૂર્વક મહત્સવ સહિત તેમને નગર પ્રવેશ કરા . મોટી ભક્તિવડે તેમને ઘેર લઈ જઈ ભવ્ય આસન ઉપર બેસાડીને ચારે ભાઈઓએ ચાર પુરૂષાર્થ એકઠા થયા હોય તેમ એકઠા થઈને માબાપને નમરકાર કર્યા. તે વખતે ત્રણે મેટા ભાઈઓએ કહ્યું—“પિતાજી ! આટલા દિવસ સુધી આપના હિતશિક્ષાનાં વચને અમે અંગીકાર કર્યા નથી, ઉલટાં કુળમાં કલ્પતરૂ તુલ્ય નાના બંધુ ઉપર માત્સર્યભાવ ધારણ કર્યો છે, તેથી અમારા અતિશય દ્વેષના દોષથીજ અમને વારંવાર દુઃખ પ્રાપ્ત થયા કર્યું છે. છેવટે દેએ અમને પ્રતિબંધ આપે, ત્યારે જ અમારા હૃદયમાં રહેલ અજ્ઞાનને દોષ નાશ પામે છે. હવે તેનાજ ભાગ્યબળથી સુખસંપત્તિને વિલાસ અમે કરીએ છીએ, આજ સુધી અમે આપની આજ્ઞાના ખંડનરૂપ મહાન અપરાધ કર્યો છે, તેની આપ ક્ષમા કરશે. આ પક્ષમા કરવાને યોગ્ય છે, તેથી અમારે અપરાધ ખમશે.” ધન્યકુમારે પણ બધું ઘર, ધન, સંપત્તિ વિગેરે પિતાને વાધીન કરી દીધું; પિતે નિશ્ચિત થઈ જઈને માબાપની ભક્તિ કરવા લાગે. ઉદારતા અને માબાપની ભક્તિ તેજ મેટાએનું કુળવ્રત છે. આખા નગરમાં ધન્યકુમારના ગુણનું વર્ણન થવા