Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 448 ધન્યકુમાર ચરિત્ર. કુશળ એવા તમારા અને અભયકુમારના સંગતિના પાશમાં બંધાયેલા તે હવે બીજે કાંઇ જશે જ નહિ એ મને ત્રણે વેગથી વિશ્વાસ છે.” આ પ્રમાણે સભામાં બેઠેલા પ્રદ્યોતરાજાએ તથા શ્રેણિકે ધન્યકુમારની પ્રશંસા કરી. અવસર છે એટલે સભાજનને વિસર્જન કર્યા અને બંને મહારાજાએ ધન્યકુમારને સાથે લઈને રાજયમંદિરમાં ગયા. અંદરના ભાગમાં રાજસેવકોએ વિવિધ પ્રકારની નાન, ભજન તથા ભેજનાદિ સામગ્રી તૈયાર કરી રાખી હતી, તેને ઉપભાગ લેવાની વિનંતિ કરી, એટલે તે બંનેએ ધન્યકુમાર તથા અભયકુમારની સાથે સ્નાન અને મજજનની વિધ્યનુસાર સહસપાક અને લક્ષપાક તૈલાદિકથી મર્દન કરાવીને પુષ્પાદિકથી સુગંધી - કરેલા શુદ્ધ પાણી વડે સ્નાન કર્યું. પછી દૂર દેશથી આવેલા અતિ અદ્ભૂત તથા ભવ્ય એવા રેશમી વસ્ત્રો ધારણ ક્ય, સર્વ પ્રકારના અલંકારે પહેર્યા, અને અનેક રાજ્યના સામંતથી પરવરેલા તેઓ ભજનમંડપમાં આવ્યા. અને યથાયોગ્ય ઉત્તમ આસન ઉપર તેઓ બેઠા. પછી અઢાર પ્રકારના ભેદવાળી અનેક પ્રકારની સુખડીઓ તથા મીઠાઈઓ પીરસવામાં આવી. તે રસવતીને આસ્વાદ લઈને આચમનવડે શુદ્ધ થઈ મહેલના અંદરના ભાગમાં આવી તેઓ સુખાસન પર બેઠા. ત્યાં પાંચ પ્રકારના સુગંધીવાળા તાંબુલના બીડાં લવીંગ અને એલચી સહિત આરોગીને મુખશુદ્ધિકરી સુખશય્યામાં તેઓ સુઈ ગયા. પછી ગ્ય અવસરે શવ્યાને ત્યાગ કરી રાજસભામાં આવીને સિંહાસન ઉપર બેઠા અને ગીત, ગાનકળામાં કરાળ અનેક પુરૂષએ કરેલા ગાયનાદિ સાંભળ્યા. ત્યારપછી ગ્ય અવસરે મેટા ડબરપૂર્વક તેઓ રચવા