Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 454 ધન્યકુમાર ચરિત્ર કાંઈક ભૂલાઈ ગયું, તથા ભયમાં દાટેલું પૃથ્વીરૂપ બની ગયું. આ પ્રમાણે થતાં રાજ્ય અને બળ નષ્ટ થવાથી એક રાત્રે સેંકડો બિલેએ એકઠા થઈને તેઓના ઘર ઉપર ધાડ પાડી. તેઓ બાકી રહેલાં બધાં વસ્ત્રાભૂષણેલુંટી લઈને ચાલ્યા ગયા. તેથી તેઓ ધન વગરના તથા કપડા વિનાના થઈ ગયા. આ સંસારમાં જેટલા દિવસ સુધી પુન્યને ઉદય રહે ત્યાં સુધી જ મનુષ્ય ઋદ્ધિ પૂર્ણ રહે છે, પણ પાપને ઉદય થતાં અર્ધ ક્ષણમાં સર્વ ઋદ્ધિને નારા થઈ જાય છે. જેવી રીતે પાણીથી ભરવાની ઘડી સાઠ પળ સુધી ભરાયા છે, પણ પછી એક ક્ષણમાં ખાલી થઈ જાય છે, તેવી જ રીતે સાંસારિક ઋદ્ધિનું પણ સમજવું એકદિવસે આજીવિકાને ઉપાય કાંઈ પણ રહ્યો નહિ, ત્યારે ઘરમાં તે ત્રણે બંધુઓ આમ તેમ શેધવા લાગ્યા. શેધતાં શોધતાં એક વીંટી હાથ આવી. તે વેચીને તેઓ ત્યાંથી આજીવિકા માટે કુટુંબ સહિત નીકળ્યા, અને માળાદેશમાં ગયા. તે સ્થળે કઈ કૃષિકારને ઘેર કામ કરવા રહ્યા અને નિર્વાહ કરવા લાગ્યા. ત્યાં રહેતાં કાંઈક ધન મળ્યું. તેથી તેઓ પોતે જ કૃષિકર્મ કહી ધાન્ય ઉપજાવવા લા ગ્યા. પછી નિર્વાહ થાય તેટલું ધાન્ય ઘરમાં મૂકીને બાકી રહેલા ધાન્યની ગુણે ભરી બળદ ઉપર લાદીને એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગર તેઓ ભમવા લાગ્યા. પણ નિર્ભાગ્યપણાથી ધારેલ લાભ મળે નહિ.વધુ લાભને ઇચ્છતા તેઓ ફરતાં ફરતાં મગધ દેશમાં રાજગૃહી નગરીએ આવ્યા. તે નગરમાં ચતુપૂથમાં ધાન્યની ગુણે ઉતારીને અનાજને બજાર શેધવા લાગ્યા. ત્યાં પણ અનેક દેશોમાંથી અનાજ વેચાવા આવેલ હોવાથી . ધાન્ય સેધું થઈ ગયું છે તેમ સાંભળીને તેઓ નિરાશ થઈ ગયા.