Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પર ધન્યમાર ચરિત્ર. સંપદાનું રક્ષણ કરવાને કોઈ સમર્થ નથી. સેવકે પણ આજી. વિકા નહિ મળવાથી તેમને છેડી દઈને બીજે ચાલ્યા જવા લાગ્યા. દુષ્કાળ પડવાથી ક્ષુધાતુર થયેલા ભિલ્લાદિએ તે ત્રણે ભાઈઓની આજ્ઞામાં રહેલા સર્વ ગામ લુંટવા માંડ્યા. આ પ્રમાણે ગામને લુંટાતા સાંભળીને કઈ પણ સાર્થવાહ તે તે પિતાને સાથે લઈને નીકળતે નહિ. કેઈની પણ અવર જવર-ગમનાગમન બંધ થતાં લેકે કોની સાથે કર્યા વિક્રય કરે? તેથી વ્યાપારીઓ પણ તેનાં ગામડા છોડીને બીજી મેટીનગરીઓમાં જવા લાગ્યા. કેટલાક રાત્રે ખાતર પાડીને ભિલો ઘર લુંટતા હતા તે ભયથી તેના ગામ છોડી દઈને બીજે નાશી જવા લાગ્યા. કેટલાક સામાન્ય વર્ગના ગરીબ માણસે મજુરી કરીને આજીવિકા ચલાવનારા હતા, તેઓની પાસે વ્યાપારીઓના અભાવે મજુરી કોણ કરાવે? તેથી તેઓ પણ ગામ છોડીને નાશી જવા લાગ્યા. આ પ્રમાણે નિર્ભાગ્યના ગથી તેઓ સંપૂર્ણ નિધન થઈ ગયા એટલે તેઓ વિચારવા લાગ્યા કે " આપણે કૌશાંબીમાં શતાનિક રાજા પાસે જઈને સૈન્ય લાવી જિલ્લાદિકને શિક્ષા કરીએ, કારણકે અહીંથી જતી વખતે ધન્યકુમારે તે રાજાને કહ્યું છે કે મારા ગામનું તથા મારા કુટુંબી જનેનું આપત્તિમાં આપ રક્ષણ કરજો અને સહાય આપજે.' તે હેતુથી તેની પાસે જઈ ઈસિત સહાય લાવીને સુખેથી રહીએ.” આ પ્રમાણે વિચારીને કૌશાંબીમાં જવાને તેઓ તૈયાર થયા. તેજ દિવસે તે નગરમાં રાત્રીએ અકસ્માત અગ્નિને ભય ઉત્પન્ન થયે, પ્રબળ વાયુથી પ્રેરાયેલ તે અગ્નિને સમાવવાને કેઇસમર્થ થયું નહિ. તે અગ્નિના ઉપદ્રવથી તેના પિતાના ઘરમાં રહેલ સર્વવસ્તુઓ ભસ્મસાત થઈ ગઈ, ઘરમાંથી કાંઈ પણ નીકળી