Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 456 વિન્યકુમાર ચરિત્ર. અશ્વ ઉપર બેસીને નૃપસભામાં જવાને માટે ધન્યકુમાર તે રસ્તે નીકળ્યા, તે વખતે આગળ ચાલતા સુભટોએ તેના અશ્વની ગતિમાં ખલના થવાની શંકાથી આમ તેમ પડેલી ગુણને એક સ્થાને ગોઠવવા માટે તથા માર્ગની સરલતા થવા માટે લાકડી વડે પ્રેરાતા, લક્ષ્મીને નાશ થઈ જવાથી શેભારહિત થયેલા અને દુર્દશાને પામેલા પિતાના ભાઈઓને બહીકથી અતિશય ઉતાવળા ગુણેને ફેરવતા ધન્યકુમારે દીઠા. તેમને દેખીને “આ શું ?" એમ સંભ્રમમાં પડીને તે વિચારવા લાગ્યા કે–“અરે ! આ મારા બંધુઓને રોય, ધન, સુવર્ણ, રૂપું વિગેરે નવે પ્રકારના પરિચહથી ભરેલા ઘરે સાથે, પાંચશે ગામના અધિપતિપણા સહિત, અનેક સામતે, સુભ, ગજ, અશ્વ, પાયદળ વિગેરેથી સેવાતા મૂકીને હું આવ્યો હતો. અરે! શું આટલા દિવસની અંદર જ તેઓની આવી સ્થિતિ થઈ ગઈ? આ કેમ સંભવે? અથવા તે કમની ગતિ વિચિત્ર છે! દ્રઢ રસથી બાંધેલા પૂર્વે કરેલા કર્મને ઉદય ફેડવાને કોઈ સમર્થ નથી, એવું જિનેશ્વર ભગવંતનું વચન કઈ દિવસ અન્યથા થતું જ નથી. બીજાઓએ પણ કહ્યું છે કે कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि / अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् // . કરડે કલ્પ જાય તો પણ કરેલા કર્મને ક્ષય થતું નથી. શુભ અથવા અશુભ જે કાંઈ કર્મ કર્યા હૈય તે અવશ્ય ભેગવવાંજ પડે છે.” ' ચક્રવર્યાદિકોએ પણ વિવિધ પ્રકારની દુર્દશા અનુભવી છે, તે આની તે શી વાત?” આ પ્રમાણે ચિંતવીને વળી વિચાવા લાગ્યા કે-“અરે ! હું આવા સાંસારિક સુખેથી પરિપૂર્ણ