Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પલ્લવ. 427 સંબંધ પૂર્ણ થશે અને અમારા સ્વામી સ્વદેશ તરફ જવાને ઉદ્યમ કરશે, ત્યારે અમારે પણ અત્રેથી બહાર નીકળવાનું થશે. અહીં વળી ધર્મમાં જ રકત એક અમારી રક્ષક વૃદ્ધ ડોશી છે, તે ક્ષણમાત્ર પણ અમારૂં પડખું છોડતી નથી, ક્ષણે ક્ષણે ધર્મને રસ્તે લઈ જનારી શીખામણ અમને આપ્યા જ કરે છે. આજે કઈ શુભ શકુનેએ પ્રેરાયેલા તમે આવ્યા છે, તેથી તે હમણાં જ અમારા પ્રાણનાથના મોકલવાથી કોઈ અતિ પરિચિત ગૃહસ્થને ઘેર લેકાચારાર્થે ગઈ છે, તેથીજ અમારાથી છુટા હૃદયથી તમારી સાથે વાતે થઈ શકી છે જે તે ઘરમાં હતા તે તે વાતજ કેવી રીતે થઈ શક્ત? આવી સ્થિતિમાં અમે રહીએ છીએ. એક દિવસ દેવગે બેરના સમયે ઓછી વસ્તીવાળા આ ઘરની પછવાડેના ભાગમાં ગોખ પાસે અમે અહીં તહીં ફરતી હતી, તે વખતે તે ડોશી ગૃહકાર્યમાં વ્યગ્ર હતી, તે વખતે મહારાજાની રેવારી નીકળી. ઘેડાએને અવાજ સાંભળીને તે જોવાની ઈચ્છાથી અમે ગવાક્ષનું દ્વાર ઉઘાડીને મુખ ઉપરને પડદે ખોલી નાખી આમ તેમ જોવા લાગી. જે પેલી ડોશી પાસે હોય તે તે જેવા દેજ નહિ, પણ કઈ પાસે નહિ હોવાથી અમારી ઈચ્છાનુસાર અમે જેવા લાગી. એજ સમયે હાથી ઉપર બેઠેલા મહારાજા ગેખની પાસેથી નીકન્યા, એટલે અમારી ને રાજાની દષ્ટિને મેળાપ થઈ ગયે. તે વખતે કોઈ પૂર્વકૃત કર્મના ઉદયથી એવો અનિર્વચનીય રાગને ઉદય થયે, કે તે અમારૂં ચિત્તજ જાણે છે. રાજાએ પણ તેવી જ રીતે અમારી ઉપર અનિમેષ દૃષ્ટિથી લાંબા રસ્તા સુધી જોયા કરું. જ્યારે માર્ગનાં અંતરથી આંખે દેખાતું બંધ થયું ત્યારે જ રાજાજીએ દષ્ટિ ફેરવી. ત્યારપછી તેમના વિરહથી જે દુઃખ ઉત્પન્ન થયું