Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પવિ. 441 સ્વામીના હુકમથી.” તેણે પૂછયું-“તમારા સ્વામી કયાં છે?” તે એએ કહ્યું કે–અમારા સ્વામી આવે છે, બહુ દૂર નથી. આપને જે કાંઈ કામકાજ હોય તેની અમને આજ્ઞા આપજે, અમે બધા આપનાજ સેવક છીએ તેમ જાણજે.” આ પ્રમાણે બેલતાં અને ત્વરિત ગતિથી ચાલતાં સાંજ પડવા આવી, ત્યારે તેઓ વીશ જન દૂર નીકળી ગયા. અભયકુમાર પણ તે વખત નજીક આવી પહોંચ્યા, અને માશીના વર (માસા)ને પ્રણામ કરીને બેલ્યા કે-“મહારાજ ! મારા બાળકના આપને પ્રણામ છે. આ બાળકે વચન પાળવા માટે કરેલા અપરાધની ક્ષમા કરશે. આપ તે મારે પૂજનિક, સેવા કરવાને લાયક છે, છતાં જે આ તમારા અવિનયની મેં પ્રવૃત્તિ કરી છે ને આપની મેટી આશાતના કરી છે, તે મેરૂ પર્વત જેવા હૃદયવાળા આપે ખમવી જોઈએ. આપ જેવા વૃદ્ધ અને ગંભીર પુરૂષ હોય છે, તેઓ બાળકનું અજ્ઞાનતાથી કરેલ કાર્ય જોઈને કોપ કરતા નથી, પણ તેનું હિત કરે છે. હું તે બાળક આપની પાસે કોણ માત્ર છું? હું તે આપની આજ્ઞાનુસાર વર્તનાર આપને સેવક છું. જગતમાં માનને ભંગ કેઈને પ્રિય લાગતું નથી, તેમાં પણ મેટાના માનની હાનિ તે મહા દેષ કરનાર થાય છે, પણ મહારાજ હું શું કરું? આપે તે ધર્મછળથી મને ઠગ્ય હતે. સંસારી જીવમાં જે કંઈ પુરૂષ રાગદ્વેષવડે જે દંભને વિલાસ કરે તેને તે જ વિલાસ બદલારૂપે બુદ્ધિપ્રપંચવડે સામા માણસે આપ.' આવું નીતિશાસ્ત્રનું વચન છે, પરંતુ ધર્મછળ સિવાય આવાં બદલે આપવાનાં કાર્ય કરવાં જોઇએ. દંભ તે પ્રાણુઓને સર્વત્ર વર્જવા ગ્ય કહેલ છે, પણ વ્યવહારને નિર્વાહ કરે