Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પવિ. 439 છે! શું જુએ છે તાકીદે છોડાવો! અરે સામેતે ! તમે કેમકે લક્ષ આપતા નથી? કપટથી મને પકડીને તે લઈ જાય છે, મૂક ! મૂકઆ પ્રમાણે તે વારંવાર પિકાર કરવા લાગે, પણ હમેશાં તેવું સાંભળવામાં આવતું હોવાથી તેનાં વાક્યો કે સાંભળતું નહેતું–કાને ધરતું નહતું. કેટલાક તે ઘણા લાહળથી બહેરા થઈ જવા જેવા થવાને લીધે તેનાં વાકયે તેઓના કાન સુધી પહોંચતાં પણ નહોતાં. શ્રેષ્ઠીએ સર્વથી આગળ થઈને કહ્યું કે–“અરે! તમે બધા ત્વરાથી નગર બહાર જાઓ, આગળ કયેગ થવાનો સમય થશે. આ પ્રમાણે કહીને ત્વરિત ગતિથી નગરની બહાર તેને મેકલી દીધા. ખાટલામાં રહેલા પ્રધોતરાજાએ ઘણે પિકાર કર્યો, પરંતુ તે તે તેની હમેશની ક્રિયા છે એમ માનતા લેકોએ જરા પણ તેને પિકાર કાન ઉપર પણ ધાર્યો નહિ. નગરથી બહાર કેટલીક ભૂમિ ઉલ્લંધ્યા પછી તે અભયશ્રેષ્ઠી સર્વેને પાછા વાળવાના મિષથી ઉભા રહ્યા. લેકેને સમૂહ અને કેળાહળ તે વખતે જરા ઓછી થશે. શેઠે સેવકોને હુકમ કર્યો કે–“તમે આ ખાટલામાં રહેલા મારા ભાઈને લઈને ઉતાવળી ગતિથી બે ઘડીની પહેલાં જ આ નગરની સીમા છોડી દેજો, જેથી કુગને સ્પર્શ * ન થઈ શકે.” તેથી સેવકે તે ખાટલાને ઉપાડીને આગળ દેડતા ચાલ્યા ગયા. શ્રેષ્ઠીએ સર્વ જનની સમક્ષ ફરીવાર પણ કહ્યું કે મારે તે આ બધું ભાઈને માટે કરવું પડે છે. બીજું કાંઈ કારણ નથી.” સર્વેએ કહ્યું કે–“તમે સાચું કહે છે, અમે તે સર્વ જાણીએ છીએ. તમારી જેવા બંધુનેહવાળા બીજા કયા પુરૂષ હોય, કે જે હમેશાં પરિશ્રમ લઈને ઓષધાદિક અગણિત ઉપા