Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 438 ધન્યકુમાર ચરિત્ર. છે? હવે તારી શી અવસ્થા થશે? અરે આ દઇને બાંધે, બાંધે!” આ પ્રમાણે તેનાં વચને સાંભળીને રાજા તે દિબુઢ થઈ ગયે; કાંઈ પણ ઉત્તર દેવાને સમર્થ થયો નહિ. એટલામાં તે તે સેવકે એ ખાટલાની સાથે તેને બાંધી લીધે અને મજુરે તેને ઉપાડીને બહાર લઈ ચાલ્યા. શેરીને નાકે આવ્યા, ત્યાં તે શ્રેષ્ઠી મેટા વ્યાપારીઓથી ઘેરાઈને ઉભેલા હતા. હજારે નગરજનેથી તે વીંટળાયેલા હતા, આગળ પાંચ પ્રકારના વાછત્રો વાગતા હતા, બંદિજ બીરૂદાવળી બોલતા હતા, ગંધ માટે સ્વરે ગીત ગાતા હતા, ત્યાં રાજાને બાંધીને લાવ્યા. શેરીને નાકે શ્રેષ્ઠીને જોઈને રાજા વિચારવા લાગે કે આ શું? આ કેણ? આ સમય શે?” આ પ્રમાણે વિચાર કરતાં તેને આગલા શબ્દો સ્મૃતિમાં આવ્યા. આ શું અભયકુમારનું કામ તે નહિ હોય કે?” તે પ્રમાણે વિચારતાં અને વારંવાર શ્રેષ્ઠીને જોતાં રાજાને નિર્ણય થયો કે –“આ તે અભયકુમારે કરેલી પ્રતિજ્ઞાના પાલનનું જ કાર્ય દેખાય છે. અહો ! તેનું બુદ્ધિકૌશલ્ય કેવું છે? કેવી દંભ રચના કરીને-કપટ કેળવીને મને બાંધીને તે લઈ જાય છે? હવે આમાં જે હું લજજા ધારણ કરીને મૌન રાખીશ તે કાર્ય બગડશે. આ પુરજન અને સેવકને હુકમ કર્યું કે–તેઓ મને મુકાવે. પછી જે થવાનું હોય તે થાઓ. આ દુબુદ્ધિ અભયે મને છેતર્યો છે, તેથી પિકાર કર્યા વગર મારે આમાંથી છુટકે થશે નહિ.” આ પ્રમાણે વિચારીને તે પિકાર કરવા લાગે, એટલે શ્રેષ્ઠી પણ આડંબરપૂર્વક ચાલ્યા. રાજા કહેવા લાગે કે–“અરે અમુક શ્રેષ્ઠી ! અરે અમુક પ્રામાધિકારી ! અરે નગરજનો ! મને મૂકા, ભૂકો ! આ અભય મને પકડીને લઈ જાય