Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 436 ધન્યકુમાર ચરિત્ર. આ પ્રમાણે તેનું કથન સાંભળીને હર્ષ પૂર્વક રાજાની સમક્ષ તે દૂતી તેને લઈ ગઈ. તેણે રાજા પાસે બધી હકીક્ત નિવેદન કરી. તે સાંભળીને રાજાએ ખુશી થઈને તેને છાની રીતે વસ્ત્રાભૂષણાદિક આપી વિસર્જન કરી. જતી વખતે તેણે ફરીથી કહ્યું કે–“તમારે જે મેળાપ કરે છે તથા બધું ગુપ્ત રાખવું હોય તે કોઈની પાસે આ વાત કહેશે નહિ. તે બે સ્ત્રીઓ, આ દૂતી, હું અને તમે પાંચજ મનુષ્ય આ વાત જાણીએ, છઠ્ઠો કઈ જાણે નહિ તેમ કરો.”રાજાએ કહ્યું કે–“તેની તારે જરા પણ ચિંતા કરવી નહિ, જાણે નહિ તેમ તેના તારે જરા 1 પ્રમાણે જ હું કરી હવે બીજે દિવસે શ્રેણીએ ઘરની અંદર છાની રીતે સેવકોને ગેઠવ્યા. પછી પિતે નગરના ચતુપથમાં જવા માટે ચાલ્યા. બારણા પાસે આવીને વિસર્જન સમયે અપાતા વ્યાપારીઓને શ્રીફળ અને રૂપિયા વિગેરે તે શ્રેષ્ઠી લેવા લાગ્યા, અને યાચકાદિકને યથા ગ્ય દાન આપીને વિસર્જન કર્યા. હવે જ્યારે એક પહેર દિવસ ચઢ્યો ત્યારે તે બંને વેશ્યાઓએ પિતાની પ્રિય સખીને સકતા કરેલે સ્થળે રાજાને તેડી લાવવા મેકલી. રાજા અગાઉથી જ દૂતીના કહ્યા પ્રમાણે સામાન્ય વ્યાપારીને વેશ ધારણ કરીને તેઓના મેળાપને મને રથ કરતે એકલેજ સંકેતિત સ્થળે બેઠો હતે. તે સખીએ ત્યાં જઈને દૂરથી જ ચક્ષની સંજ્ઞાવડે આમંત્રણ કર્યું. રાજા પણ તેને દેખતાંજ તે નિર્જન સ્થાનમાંથી નીકળે; તેણી આગળ ચાલતી હતી અને સિંહાલેકનની જેમ પાછળ જોતી હતી. અનુક્રમે તે પોતાના ઘરના મનુષ્ય રહિત ભાગવાળા સ્થળ પાસે આવી તેણે તાળી વગાડી કે તરત જ તે બંનેએ પ્રથમથી કરેલા સંકેતાનુસાર ખાનગી દ્વાર ઉઘડાવ્યું અને હર્ષપૂર્વક