Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 434 ધન્યમાર ચરિત્ર. કોણ જાણે છે? કાયા અસ્થિર છે, વિધુની લતા જેવું જીવિતવ્ય પણ ચંચળ છે, આયુષ્ય સંપૂર્ણ થતાં ભવાંતરમાં દશગુણ, શતગુણું, સહસ્ત્રગુણું કે તેથી પણ અધિક પાછલું દેવું આપવું પડે છે, તેથી તમારું જે કાંઇ લેણું હોય તે લઈ જાઓ. અમારૂં કાર્ય સિદ્ધ થયા પછી પાછા અમે અહીં આવીશું, ત્યારે પાછા આપણે વ્યવહાર તે પ્રમાણે જ ચાલતે રાખશું.” આ પ્રમાણે યોગ્ય શબ્દો કહીને સર્વેનું દેવું આપી દઈ તે શ્રેષ્ઠી નિશ્ચિત થયા. તેઓ પણ પિતાપિતાનું લેણું લઈને શ્રેષ્ઠીની મુક્તક ઠે પ્રશંસા કરતા પતતાને ઘેર ગયા. સર્વત્ર નગરમાં વિદિત થઈ ગયું કે“અમુક દિવસે શ્રેષ્ઠી બહારગામ જવાના છે, અમુક દિવસે પ્રયાણ કરવાના છે.” ત્યારપછી શ્રેષ્ઠીએ મુહૂર્તને દિવસે રથ તથા પાલખી વિગેરે બહાર ઉધાનમાં છોડાવ્યા. રથ, ગાડાં, ઉંટ વિગેરેને બહાર રાખ્યા અને તેની રક્ષા અર્થે સેવકને પણ ત્યાં રાખ્યા. ખોટા ગાંડાને પણ ત્યાં બહાર રાખવામાં આવ્યો. હમેશાં શ્રેષ્ઠી ત્યાં જતા હતા, અને છેડે વખત ત્યાં રહીને પાછા આવતા હતા, તે ગાંડે પણ નિશ્ચિત સમયે હમેશાં નાશીને નગરમાં આવતું હતું. પ્રથમ કહ્યા પ્રમાણેનાં વાક્યો બેલત હતો. ગાંડપણની ઘણી ક્રિયાઓ કરતે હતે. બે ત્રણ ઘડી પછી શ્રેણી પણ સેવકો પાસે ખાટલે ઉપડાવીને તેની પછવાડે દેડતા જતા હતા, પૂર્વની જેમજ અતિ કષ્ટથી તેને ખાટલામાં નાંખી બાંધીને લાવતા હતા. તે રસ્તે બેલતે કે–“હું પ્રધાન રાજા છું, આ દેશને અધિપતિ છું, તમારે વામી છું, મને આ અભય બાંધીને લઈ જાય છે, મને કેમ તમે છેડાવતા નથી?” આ પ્રમાણે બોલતા તેને પકડીને શ્રેષ્ઠી ગામબહાર લઈ જતા હતા. તે વખતે દુકાને બેઠેલા લેકે બોલતા કે