Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 430 ધન્યકુમાર ચરિત્ર. જેમ એગ્ય લાગે તેમ કરે, તમારી પાસે હું કોણ માત્ર છું?” આ પ્રમાણે દૂતીનાં વચને સાંભળીને તેઓ બેલી કે “બહેન! આ અતિ દુષ્કર કાર્ય છે. અમે બંને તે ઘરની બહાર પગ પણ મૂકવાને સમર્થ નથી. પાંજરામાં રહેલ પોપટની જે અમારે નિવાસ છે. અમારે તે બબર મર્યાદા સાચવવી પડે છે. તેથી કે પણ ઉપાય દષ્ટિમાં આવતું નથી, કે જેનાથી ધારેલું કાર્ય સફળ થાય. પરંતુ એક ઉપાય છે, તે જે ભાગ્યોદયથી સફળ થાય તે રાજાને ને અમારે મેળાપ થાય. પાંચ દશ કે વીશ દિવસ પછી આ નગરથી પંદર જિન દર અમુક દેવનું તીર્થ સ્થળ છે, તે સ્થળે અમારા સ્વામી કેઈ કાર્યની સિદ્ધિ માટે પ્રથમ બાધા રાખેલી તે કાર્ય સફળ થવાથી વૃદ્ધા સહિત જવાની ઈચ્છા કરે છે. તે જયારે તે સ્થળે જશે ત્યારે સમય મળશે. તે વખતે પણ અમે રાજગૃહે તે આવી શકીશું જ નહિ; કારણ કે ઘણા વખતથી વિશ્વસનીય સેવકે કેઈને ઘેર તે અમને જવા દેતા નથી, અમારાથી ઘર બહાર તે પગ પણ મૂકી શકાય તેમ નથી, પરંતુ આ મહામંદિરમાં એક ગુપ્ત (બંધ કરેલું દ્વાર છે, તે દ્વારના તાળાની કુચી અમારી પાસે રહે છે. તે વખતે રાજા સામાન્ય વણિફના વેષમાં એકલા તે માર્ગે આવે તે ઇચ્છેલું કાર્ય સફળ થાય, તે સિવાય સંભવ નથી. હવે પછી તમારે પણ અમારી પાસે આવવું નહિ, કારણ કે અમારા સ્વામી અને તે ડોશી બહુ શંકિત હૃદયવાળા છે. આ ઘરના માણસોમાં એક અમારું હૃદય હરણ કરનારી પ્રિયંવદા નામની અમારી પ્રિય સખી છે, તે બહુ નિપુણ છે. તે ગંભીર રીતે ગુહ્ય સાચવી રાખે છે. પ્રાણાંત પણ કોઈની પાસે તે કહે તેવી નથી, તેથી એગ્ય અવસરે તમારી પાસે અમે તેને