Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પવિ. તેઓના કાન પાસે જઈને કહ્યું કે-“વાહ ! વાહ! સાબાશ છે. પરંતુ સન પુરૂષની વહુઓ થઈને આવું તદ્દન જૂઠું બેલશે તે પછી સત્યને વ્યવહાર કયાં રહેશે? તેરાંક રાજાને નયનવિલાસના વિભ્રમમાં પાડીને, તેનાં મન, વાણી તથા કાયાદિ સર્વ લુંટી લઈને, તમારે આધીન કરી લઈને હવે તે બધું જૂઠું છે. તે વાત બનીજ નથી તેવી ચતુરાઈ દેખાડે છે ! “સસલાને ચે પગ હોતે નથી તેવું કથન તે બાળક પાસે હોય. તમે શું મને બાળક જાણેછે? મને બધી ખબર છે. સૂયાણીની પાસે પેટ છુપાવવું તે કેમ ચાલે? જે દિવસથી રાજાને તમારાં દર્શન થયાં છે તે દિવસથી જ તે ખાન, પાન, શયન, નિદ્રાદિક સર્વ છેડી દઈને ધ્યાન કરનાર ગીને જેમ દયેય પ્રિય હોય તેમ તમારૂં જ ધ્યાન ધરતાં તેઓ હંમેશાં ઉદાસી રહે છે, તમારો જ વિચાર કર્યા કરે છે, આગળ, પાછળ, ઉંચે, નીચે, બંને બાજુમાં સર્વત્ર તમને જ જુએ છે, બીજું કાંઈ જોતાં નથી. આ પ્રમાણે તેમને દુઃખથી શકાતુર થયેલા અને પ્લાન મુખવાળા જેઈને મેં આગ્રહથી તેમને પૂછ્યું, કારણ કે હું તેમની પાસે રહેનારી દાસી છું, તેમના હૃદયના મર્મને જાણ નારી છું. તેથી મારી પાસે તેમણે તેમના હૃદયમાં રહેલ સર્વ દુઃખ નિવેદન કર્યું. તે સાંભળીને હું પણ તેના દુઃખમાં ભાગ લેનારી થઈ. આવી દુઃખી અવસ્થા તે અનુભવે છે અને તમારા મનમાં તે તેને હિસાબ પણ નથી!! અરે! ક્યાં તેનું પ્રેમાળપણું અને ક્યાં તમારા હૃદયની કઠોરતા? સેળ મુકુટબદ્ધ રાજાઓના નાયક હેવા છતાં પણ તમારા ઉપર આવી રીતે આસક્ત થઈને તે તમારી અતિશય ઈચ્છા કરે છે. તેનું દુઃખ નહિ સહન થઈ શકવાથી હું મારૂં બુદ્ધિબળ ચલાવીને તમારા દર્શન માટે અને તમને તે હકીકત કહેવા 54 .