Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પલ્લવ. 407 વહન કરવા લાગ્યા. એકજ જીવન જાણે બે જુદા જુદા રૂપ. હેય તેમ સુખેથી તેઓ કાળ વ્યતીત કરવા લાગ્યા એક દિવસે પાછલી રાત્રિના વખતે શય્યામાં સુતેલા અભયકુમારે વિચાર્યું કે–અહે! મેં જ્યારે ઉજજયિની છેડયું ત્યારે પ્રતરાજા પાસે એક પ્રતિજ્ઞા કરી છે, હજુ સુધી મારી એ પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી, તે વખતે કહેલા વાક્યની પ્રતિપાલના કરવી તેમાંજ પુરૂષત્વ છે, તેથી તે પ્રતિજ્ઞા પરિપૂર્ણ થાય તે ઉદ્યમ કરવો જરૂરને છે.” પછી સવાર થઈ ત્યારે રાજા તથા ધન્યકુમાર પાસે તે સર્વ હકીકત નિવેદન કરીને તે માટે સામગ્રીતૈયાર કરવા લાગ્યા. પ્રથમ તે ઉત્તમ શરીરવાળી, તરૂણ, સેળ વરસ લગભગની ઊમરવાળી, પુરૂષને રંજન કરવાની કળામાં અતિશય નિપુણ, નેત્ર મુખાદિના હાવભાવ, વિશ્વમ, કટાક્ષ તથા આકપંણ કળામાં અપ્સરાઓને પણ જીતે તેવી, રૂપ તથા યૌવનથી લચી પડતી એવી બે મહર કોકિલ કંઠવાળી વેશ્યાઓને તેણે તે કાર્ય પાર પાડવા માટે રાખી લીધી. વળી મુખ, નેત્રાદિકના વિલાસથી પ્રદ્યોતરાજને લગભગ મળતી આકૃતિવાળે એક પુરૂષ પણ તેણે શોધી કાઢ્યો. તે સર્વને ઘણું ધન આપીને ભવિષ્યમાં શું કરવાનું છે તે સર્વે છાની રીતે શીખવી દીધું; ત્યારપછી માળવામાં વિચી શકાય તેવાં કરિયાણા, ઉત્તમ વસ્ત્રો અને વિવિધ પ્રકારનાં રત્ન ખરીદી લીધાં, તે બધાં ખરીદીને અનેક ગાડાં, ઉંટ તથા બળદ વિગેરે ઉપર યથાયેગ્ય રીતે તે ગોઠવ્યાં–લાવ્યાં. વળી દેશાંતરની ભાષામાં કુશળ તથા તેવી જાતના વેશ પહેરવાવાળા માણસે તૈયાર કર્યો. પોતે પણ તેજ વેષ ધારણ કર્યો. આ પ્રમાણે સર્વ સામગ્રી તૈયાર કરાવીને અને રાજ્યને ભાર બધે