Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ આટચ થશવ. 405 રીને ધન્યકુમાર બેલતા બંધ થયા, એટલે અભયકુમાર ધન્યકુમારને હાથ ખેંચીને તેને પિતાની સાથેજ આસન ઉપર બેસાડવા લાગ્યા અને બોલ્યા કે–અરે ઉત્તમ શ્રેષ્ઠિન ! આ પ્રમાણે બેલે નહિ ! તમે તે અમારે લૌકિક અને લેકોત્તર બન્ને રીતે પૂજનિક છે. લૌકિક સંબંધમાં તે તમે અમારી સાથે સગપણથી જોડાયેલા છે અને લેકેર સંબંધમાં તે જિનેશ્વર ભગવંતની આજ્ઞાને ધારણ કરી તેથી અલંકૃત થયેલા છે, વળી જગના લેકોને અને અમને પણ ઉપકાર કરનારા છે. તેથી હે પૂજય બનેવી !તમારા દર્શન કરીને આજે હું કૃતકૃત્ય થયો છું. જે જિનેશ્વરની આજ્ઞા પાળવામાં તત્પર છે અને દ્રઢભક્તિવંત છે તે શિવાર્થીને તે પૂજ્ય જ ગણાય છે. લૌકિક સંબંધને જે નેહ તે તે સંસારની વૃદ્ધિના હેતુભૂત છે અને લેકોત્તર સંબંધવડે થયેલે નેહ મેક્ષના હેતુભૂત અને સમ્યકત્ત્વ પવિત્ર થવાના કારણભૂત છે, તેથી તમે અમારે બને રીતે પૂજનીકંછે. વળી ગઈ કાલેજ મારા પિતાશ્રી–મહારાજાએ તમારા અગેના આગમન પછી શુષ્કવનનું પલ્લવિત થવું, ધૂતને દમ, ગજને વશ કરે, રાજયસ્થિતિ સ્થિર કરવી વિગેરે હધિત કહી છે, તથા કૃતઘ અને નિર્ભાગી એવા તમારા બંધુઓને વારંવાર ન માપી શકાય તેટલી સમૃદ્ધિ આપીને તે તે સ્થળેથી નીકળી ગયા છે. આ હકીકત મને હર્ષ પૂર્વક નિવેદન કરી છે. તે સર્વ હકીકત સાંભળીને મારું હૃદય તે વિરમય, આનંદ, પ્રમાદ, રોમાંચ, હર્ષ તથા નેહવડે ઉભરાઈ ગયું છે. તે વખતે થયેલે ઉલ્લાસ હજુસુધી પણ હૃદયમાં સમાતો નથી. અમે તે તમારા સંગમનેસંબંધને કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિ, ચિત્રવલ્લી વિગેરે ઈસતદાયી વસ્તુઓ કરતાં પણ અધિક માનીએ છીએ. તેથી