Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પવિ. 415 આ પ્રમાણે એક દિવસને અંતરે, કઈ વખત બે દિવસને આંતરે તે પ્રમાણે તે કરતે હતે ફરીથી પાછા શ્રેષ્ઠી પૂર્વની જેમજ સર્વ ક્રિયા કરીને તેને ઘેર લઈ જતા હતા. આ પ્રમાણે હમેશાં કરતાં કરતાં દરેક ચતુષ્પથ, દરેક ત્રિક, દરેક બજાર, દરેક પળ, ગૃહ, ગોપુર, ઉપવન અને પ્રત્યેક વાટિકામાં સર્વ લેકોને તે જાણીને થઈ ગયે. જે જે સ્થળે તે જાતે ત્યાં ત્યાં કે તેને જોઈને પરસ્પર કર્મની–નશીબની–વિધિની નિંદા કરતા હતા અને શ્રેણીની સ્તુતિ કરતા સતા બોલતા કે-“અહે! કર્મની ગતિ કેવી વિચિત્ર છે! સર્વ રીતે સુખી એવા પણ આ શ્રેષ્ઠી જે દુઃખ અનુભવે છે, તે દુઃખ શત્રુને પણ ન હજો. ધન, ધાન્યાદિક સર્વ સુખથી પૂર્ણ એવા આ શ્રેષ્ઠી બંધુના દુઃખથી પીડાયેલા રાત્રી ગણતા નથી, દિવસ પણ ગણતા નથી, તાપ તડકે કે ઠંડીને પણ ગણતા નથી અને ખાનપાન તથા સુવાના સુખની પણ દરકાર કરતા નથી. ભાઇના દુઃખથી દુઃખી થયેલા તે એકલાજ સામાન્ય માણસની માફક પ્રત્યેક જગ્યાએ--પ્રત્યેક સ્થળે ભટકે છે. કેઈ સ્થળે તેના સેવકે, કોઈ સ્થળે પોતેજ, કોઈ સ્થળે તેના દાસજ ગ્રહથી પીડાયેલાની જેમ ભટકે છે. દૈવની ગતિ નિવારવાને કોઈ પણ સમર્થ નથી.” આ પ્રમાણે સર્વ ઠેકાણે પ્રખ્યાતિ થઈ ગઈ. પ્રથમ તો તે જ્યારે બહાર જતો અને અભયચંદ્ર શ્રેષ્ઠી તેને શેધવા માટે દેડતા પાછળ જતા, ત્યારે સેંકડે અને હજારે માણસે જ્યાં સુધી તેને ઘરે લાવતા ત્યાં સુધી તેમની પછવાડે લાગેલા રહેતા–સાથે બાવતા, પછી ઘણા દિવસ થઈ ગયા એટલે હવે કોઈ પાછળ આવતું નહિ. ઘેર બેઠા બેઠાજ શ્રેષ્ઠીના દુઃખની ચિંતા કરતા હતા. અને આ વાતની ખબર ન હોય તે તે પૂછતા કે-આ શું છે?” ત્યારે પૂરના લેકો