Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યમાવિ. ઉત્તર આપતા કે-“ભાઈ ! કર્મની ગતિ વિચિત્ર છે! પણ એમાં આશ્ચર્ય શું છે? આ શ્રેષ્ઠી હમેશાં કર્મની એવી ગતિનેજ અને ભવે છે. આમ કહીને પછી શ્રેષ્ઠીના ગુણનું વર્ણન કરતા સતા તેઓ સર્વ વ્યતિકર કહેતા હતા. શ્રેષ્ઠી અને તે ગાંડે હમેશાં રતે અવર જવર કરવા લાગ્યા, તેથી હવે તે રસ્તે જતાં તેઓને જેવાને કેઈ ઉઠતું પણ નહતું. આ પ્રમાણે લેકે પરિચિત થઈ ગયા પછી તે શ્રેષ્ઠીએ ઘરમાં રહેલી બન્ને પક્યાંગનાઓને શિખામણ આપી કે–“આવતી કાલે રાજા ઘોડા ખેલાવવા આ રસ્તે થઈને જવાના છે, તેથી તમે પ્રથમથી જ વસ્ત્રાભૂષણ પહેરવાવડે અદ્ભુત રચના કરીને સેળે શૃંગાર ધારણ કરી તાંબુળવડે મુખને શોભાવી બહુ ઉત્તમ ભદ્રાસન ઉપર ગેખમાં બેસજો. જ્યારે હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયેલ રાજા દષ્ટિપથમાં આવે ત્યારે કટાક્ષ બાવડે સારી રીતે તેને વીંધજો. અને જેવી રીતે કામરાજ અંગ પ્રત્યંગ ફેલાવે તેવી રીતે હાવ-ભાવ-વિભ્રમ તથા શરીરચલન કરજે, કે જેથી તે તમને જ વિચારે, તમને જ ઈછે, તમને જ ચિતવે અને તમને જ દેખે. વધારે શું કહું? તમારી કળા ફેરવીને ગમન અને આગમન સમયે તેને સંપૂર્ણ વશ કરી લેજે.” આ પ્રમાણે તેને શીખવીને તૈયાર કરી. પછી બીજે દિવસે રાજાના અશ્વ ખેલાવવાને અવસરે સ્નાન, મનાદિક કરી અને સેળ શૃંગાર ધારણ કરી પાંચ સુગંધીવાળા તાંબુળવડે મુખ શોભાવીને રાજમાર્ગ ઉપર આવેલા ગોખમાં ભવ્ય ભદ્રાસન ઉપર તેઓ બેઠી. બે ઘડી વ્યતીત થઈ એટલામાં રાજા તે ભાગે નીકળે. ઉત્તમ ગંધહસ્તીના કંધ ઉપર આરૂઢ થયેલે રાજા તે ગેખની સમીપ આવ્યું, એટલે તે