Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 4i04 ધન્યકુમાર ચરિત્ર. તથા તેણે કરેલા અનેક ઉપકારે સંભારીને મેં પણ પ્રીતિની વિલડી વધારવા માટે સ્વપુત્રી તેને પરણાવેલી છે. અરે વહાલા વત્સ! તેના ગુણેની તને ત્યારે જ ખબર પડશે કે જ્યારે તેની સાથે તેને વિશેષ સહવાસ અને પરિચય થશે.” આ પ્રમાણે પિતાનાં મુખથી ધન્યકુમારનાં ગુણેની પ્રશંસા સાંભળીને ગુણના અનુરાગીઓમાં શ્રેષ્ઠ તથા પ્રથમ પંક્તિએ આવનાર અભયકુમાર તે વખતથીજ ગુણના હેતુભૂત ધન્યકુમાર ઉપર આનંદથી ઘણેજ પ્રેમ તથા ગાઢ અનુરાગ ધરવા લાગ્યા. - બીજે દિવસે અભયકુમાર પોતે જ પ્રેમની અયુગ્રતા કરવા તથા ભાવી અતિશય સંબંધ સૂચવવા ધન્યકુમારને ઘેર ગયા. ધન્યકુમાર પણ અભયકુમારનું આગમન સાંભળીને તરતજ ઉભા થયા, અને કેટલાંક ડગલાં સામે લેવા ગયા. અભયકુમાર વાહનથી નીચે ઉતર્યા. ગાઢ આલિંગન દઈને બન્ને જણાએ હર્ષપૂર્વક જુહાર અને પ્રણામ કર્યા. પછી ઘરમાં પ્રવેશ કરતાં “આપ આગળ ચાલે– આપ આગળ પધારે” એમ શિષ્ટાચાર તથા બહુમાનપૂર્વક ઘરમાં તેડી ગયા અને ભવ્ય આસન ઉપર બેસાડીને ધન્યકુમાર કહેવા લાગ્યા કે–“આજે આ સેવક ઉપર મેટી કૃપા કરી, આજે મારે ઘેર વાદળાં વગરજ વરસાદની વૃષ્ટિ થઈ. પ્રમાદવંતને ઘેર ગંગા પિતાની મેળે ઉતર્યો. આજે આપ અત્રે પધારવાથી મારા ઘરનું આંગણું પવિત્ર થયું, આજે મારે ધન્ય દિવસ છે, સફળ દિવસ છે કે આપ જેવાનાં મને દર્શન થયાં. પણ આપે આ શ્રમ શા માટે ઉઠાવે? હું તે આપને સેવક છું, હુકમ ઉઠાવનાર છું, તમે માત્ર હુકમ કર્યો હતો તે હું આપને હુકમ માથે ચઢાવીને આપના ચરણ સમીપે તરતજ આવત.” આ પ્રમાણે વિજ્ઞપ્તિ ક