Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પઢવ. 397 લ્ય વારંવાર દેખાડનાર અભયકુમારને પૂછયું કે–“અરે બુદ્ધિના ભંડાર ! આ અગ્નિ શમાવવાને કઈપણ ઉપાય વિદ્યમાન છે કે નહિ?” તે સાંભળીને અભયકુમારે કહ્યું કે-“જે ઉપાય છે તે સાંભળે. અગ્નિનું ઔષધ અગ્નિ જ છે, તેથી આપણે નવીન અગ્નિ ઉપજાવીને તેની પૂજાદિક કરી સર્વેએ ગીત, ગાન, વાછત્રાદિકથી તેને વધાવવી, તેથી જ આ અગ્નિ શાંત થઈ જશે.” આ પ્રમાણે કહેવાથી રાજાએ તે પ્રમાણે કર્યું અને શુદ્ધ મંત્રના પ્રવેગથી અગ્નિ શાંત થઈ ગયે. પ્રધોતે અને પ્રત્યક્ષ બુદ્ધિપ્રભાવ જોઇને સંતુષ્ટ થઈ અભયકુમારને વર માગવાનું કહ્યું. અભયકુમારે પહેલાની માફકજ તે વર પણ થાપણ તરીકે રખાવી મૂક્યો. એકદા અવંતીમાં મહામારીને ઉપદ્રવ થયું. તે સાથે અન્ય રેગ અને શેક, ભૂતાદિકનાં અનેક પ્રકારનાં ઉપદ્રવ ઉત્પન્ન થયાં. તેથી નગરજને બહુજ પીડાથી પીડાવા લાગ્યા, અનેક માણસ સ્મશાન ગૃહમાં જવા લાગ્યા. તે વખતે સમસ્ત નગરજનોને અતિ દુઃખથી પરાભવ પામેલા જોઇને રાજાએ અભયકુમારને પૂછયું કે“અરે સર્વ વિદ્યા અને કળારૂપી રત્નના સમુદ્ર! આ બધા લેકે મહારેગ તથા અશિના ઉપદ્રવથી ઉપદ્રવિત થાય છે, તેઓને તે ઉપદ્રમાંથી બચાવવાનો કોઈ ઉપાય છે કે નહિ?અભયકુમારે તે સાંભળીને કહ્યું કે “ઉપાય છે અને તે આ પ્રમાણે છે–સર્વે નગરજને શૃંગારાદિક ધારણ કરીને રાજાના મહેલ પાસે આવે, તે ઠેકાણે દષ્ટિવડે મહારાણી આપને જીતે અને પછી મહારાણી પાસે બળિવિધાન તૈયાર કરાવીને સર્વે નગરના દરવાજાઓમાં અને રસ્તાએમાં તે બળિ ઉછાળવા; તેમ કરવાથી અશિપદ્રવ કરનારા પ્રેતાદિક તૃપ્ત થશે અને ચારે દિશાઓમાંથી અશિવ ઉપદ્રવન