Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પલ્લવ . 287. દાનીઓમાં સર્વથી શ્રેષ્ઠ કોણ? બલિરાજા, કે જેને મરણ સમયે પાસે કાંઈ પણ નહિ રહેવાથી બ્રાહ્મણને હવે શું આપવું ? તેને વિચાર કરતાં મનમાં પેદા થયે; તેને ખેદ જોઈ પરીક્ષા કરનાર બ્રાહ્મણે કહ્યું કે-“તમારા દાંતની અંદર નાખેલ આ સુવર્ણની રેખા છે તે આપ.' તેણે કહ્યું બહુ સારું.” આ પ્રમાણે કહીને તરતજ પથ્થડે તે પિતાના દાંત પાડવા લાગે. આ પ્રમાBતું તેનું મહા સર્વ-દાનને અડગ નિશ્ચય દેખીને પરીક્ષા કરવા આવેલ દેવ પ્રસન્ન થયે; તેથી દાનેશ્વરીમાં અગ્રેસર બલિ રાજા છે. વળી અર્થ-ધન ગ્રહણ કરવામાં કુશળ વેશ્યા છે અને મરૂસ્થળમાં કાંબળા પહેરનારા લેકે રહે છે, કારણકે મરૂસ્થળમાં ઉત્પન્ન થયેલા લે કે ઘણુ કરીને કોબળા પહેરીને જ નિર્વાહ કરે છે. ( આ પ્રમાણે કન્યાની બંને સમશ્યાને ઉત્તર બુદ્ધિબળવડે સમજી જઈને તે પત્ર ઉપર લખી ધન્યકુમારે સરસ્વતી પાસે મક, અને સાથે લખ્યું કે-આ નીચે મારા લખેલા લેકને . અર્થ તમે સમજો. તે લેક આ પ્રમાણે– _ न लगे नागनारंगे, निम्बतुंबे पुनर्लगेत् / लगेत्युक्ते लगेन्नैव, मामेत्युक्ते भृशं लगेत् // || “નાગ અને નારંગ ઉપર લાગતું નથી, લિંબડા અને તુંબ ઉપર લાગે છે. “લાગ” એમ કહીએ તે લાગતું નથી અને મા" એમ કહેતાં વારંવાર લાગે છે.' - આ પ્રમાણે લખીને ધન્યકુમારે તે કાગળ દાસીને આગે. મંત્રીપુત્રી બંને સમશ્યાઓને લખેલ અર્થ વાંચીને ચિત્તમાં ચમત્કાર પામી. “અહે! આનું બુદ્ધિકૌશલ્ય કેવું છે. આ પ્રમાણે બેલતી અને મસ્તક ધુણાવંતી આગળ વાંચવા લાગી. ધન્યકુમારે