Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પલવ. મારૂં વરૂપ પ્રગટ કરીશ તે જીવી શકીશ, નહિતે જીવી શકીશ નહિ. પછી પિતાની માયા નિષ્ફળ થવાથી અને બુદ્ધિ મંદ થવાથી તે બંદીવાને શ્રી ધનકમનું રૂપ ત્યજી દઈને તરતજ મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને સભામાં રહેલ સર્વને સાંભળતાં બે કે–“સર્વે લેકે મારૂં કથન સાંભળે. ઘણા દિવસ પહેલાં અમારે ચારણને એકમેળો માં હતો. પિતાની વાચાળતા અને કોશલ્યતા પ્રકટ કરવાના સમયે કેઈએ કહ્યું કે–આ બધાની કહેલી કળા ત્યારે જ સાચી મનાય, કે જ્યારે આમાંથી કોઈ પણ ચારણ અમિત ધનવાળા ધનકર્માને ઘેર જઈને તેની પાસેથી એક દિવસને આપણી જ્ઞાતિ સંમેલનમાં ચાલે તેટલા ભેજનને ખર્ચ મેળવે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી મેં પ્રતિજ્ઞા કરી કેજો ધનકર્મા પાસેથી આપણા સમુદાયને એક દિવસનું ભોજન થાય તેટલું ધન લાવું તેજ આ સમુદાયમાં એકઠા થયેલા દ્રવ્ય- ' માંથી મારો ભાગ મારે લે, નહિ તો લે નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માને ઘેર જઈ આશીર્વાદ દઈને મેં એક દિવસના ભજનને ખર્ચ માગે, એટલે તે શ્રેણીએ કહ્યું કે–આજે સમય નથી, આવતી કાલે આપીશ.” વળી બીજે દિવસે હું ગયે ત્યારે કહ્યું કે—કાલે આપીશ.” આ પ્રમાણે કહેતાં તેને સાંભળીને હું ત્રીજે દિવસે ગયે, પણ ઉત્તર તેજ મળે કે કાલે આપીશ.” આ પ્રમાણે મેં અનેક દિવસ સુધી તેની પાસે યાચના કરી, પણ કાંઇ મળ્યું નહિ. ચારણના સમૂહમાં હું પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાથી બધા મારી મશ્કરી કરવા લાગ્યા, ત્યારે મેં વિચાર કર્યો કે– મેં આવી પ્રતિજ્ઞા કરીને મારી મેટાઈ ગુમાવી! પણ આવી રીતે મારી પ્રતિજ્ઞાને ભંગ થાય, તે પછી જીવવું નકામું છે. આ પ્રમાણે