Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષમ પવિ. 383 રાજ! હાલના સમયમાં તે શતાનિક રાજાના પુત્ર ઉદાયનજ સર્વ ગંધર્વશાસ્ત્રમાં પારગામી અને અદ્વિતીય છે. તે ગીત અને વીણાના નાદવડે નિરપરાધી એવા વનચર પશુઓને વશ કરીને વગડામાં તેને બાંધી લે છે. આવું તેનું કૌશલ્ય છે. જે કઈ આવીને કહે છે કે આજે ઉપવનમાં હાથી આવે છે. તે તે સાંભળતાં તરત જ તે એકલેજ વનમાં જઈને ગીતવડે તે હાથીને વશ કરી ત્યાંજ બધી લે છે, તેથી તે ગજબંધનની ટેવવાળાને તેવી રીતને ઉપાય કરીને અહીં પકડી લાવીએ.” રાજાએ કહ્યું કે–“તે કેવી રીતે બને? કારણ કે મેં પૂ શ્રી વીરભગવાન પાસે તેને પુત્રપણે સ્થાપિત કરે છે. તેના ઉપર સૈન્ય મેકલવું તે યંગ્ય નથી, તે તે વિના તે અહીં કેવી રીતે આવે?” સચિએ કહ્યું કે–“રવામિન ! હરતીના છળથી તેને અત્રે લાવીએ.” રાજાએ કહ્યું કે-તે કેવી રીતે ? સચિએ કહ્યું કે–ખેટાં વસ્ત્ર અને વંશાદિકના અંગે પાંગવાળે અંદરથી પિલે એક હાથી બનાવરાવીએ. તેની અંદર પાદાદિકની જગ્યા ઉપર સુભટને રાખીએ. અંદર બેઠેલા તેઓ વડે તે હસ્તી સાચા હાથીની જેમજ વૃક્ષની ડાળીઓ ભાંગવી, મંદ ગતિથી હાલવું ચાલવું વિગેરે ક્રિયાઓ કરશે, તે પેટે હરતી વગડામાં ભટકશે એટલે વનમાં ફરતા ચરના મુખેથી નવા હરતીનું આગમન સાંભળીને હાથીને પકડવાનો વ્યસની ઉદાયન રાજા તરતજ એકલે વનમાં આવશે અને હસ્તીને મોહ પમાડવા વીણા વગાડતે સતે ગીતગાન કરશે તે વખતે અંદર રહેલા કરે ગજને ભમાવવા વિગેરેની માયા દેખાડીને પિતાની પાસે તે રાજાને આકર્ષશે. તેને આ પ્રમાણે પિતાની તદન નજીક આવિલે જ્યારે તેઓ દેખશે ત્યારે તરતજ બહાર નીકળીને ગીતના