Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 384 ધન્યકુમાર ચરિત્ર. વ્યસની તે રાજાને બાંધીને તેઓ અહીં લઈ આવશે. તેને અત્રે લાવ્યા પછી વસ્ત્ર, સુખાસન વિગેરે દેવાવડે અતિશય પ્રસન્ન કરશું, એટલે તે રાજકન્યાને શીખવવાનું કબુલ કરશે.” આ પ્રમાણે મંત્રીઓએ ઉપાય દેખાડ્યો, એટલે રાજાએ પણ “તે પ્રમાણે કરે” એ આદેશ આપે. મંત્રીઓએ તે પ્રમાણે સર્વ રચના કરી, હાથી બનાવરાવ્યું અને કૌશાંબીની નજીકના ઉપવનમાં તે માયાવી ગજને લઈ જવામાં આવે. તે હાથી આમ તેમ પરિભ્રમણ કરવા લાગે. કેટલાક નેકરે વિષબદલે કરીને દૂર ઉભા રહ્યા. તે માયાવી ગજને વનમાં ફરતા ચર લેકેએ દીઠે, એટલે તે ખોટા હસ્તીને પણ સાચો હાથી માનીને ઉદાયન રાજાને તે વાતની તેઓએ ખબર કરી. તેણે તે વાત સાંભળી કે તરત જ તે ગજને બાંધી લેવાને માટે એકલે જ તે રાજા વનમાં આવ્યું. દૂરથી જ તે મેટા હરતીને જોઈને વીણા વગાડતે ઉદાયન રાજા હસ્તીને પાસે લાવવાનો પ્રયત્ન કરવા લાગે. હાથી વૃક્ષની ડાળીઓ ભાંગવી વિગેરે કાર્ય છોડી દઈને રાગથી ખેંચાયે હોય તેમ ધીમે ધીમે પગલાં ભારતે અને મસ્તક ધુણાવતે તેની નજીક આવ્યું. તે હાથીને અનુકૂળ રીતે નજીક આવત દેખીને ઉદાયન રાજા વિચારવા લાગે કે-“આ હસ્તી મારી ગીતકળાથી વશ થઈ માથું ધુણાવે છે અને નજીક આવતે જાય છે, તેથી હવે થોડા વખતમાં જ તેને સંપૂર્ણ વશ કરીને હું બાંધી લઈશ.” આ પ્રમાણે વિચારતો આનંદપૂર્વક તે વીણા વગાડતું હતું, અને હાથી તદ્દન નજીક આવતું હતું, તેવામાં અચાનક અંદર રહેલા સેવકે અને દૂર ઉભેલા સેવકે પ્રગટ થઈ ગયા, ઉદાયન રાજાને પકડી લીધે અને વનની અંદરના ભાગમાં રાખેલ રથમાં