Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પલ્લવ. 381 રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યું અને બે -અરે અભય! તે તે બહુ નવાઈ જેવી–ન માની શકાય તેવી પરીક્ષા કરી ! ઘી તથા ખાંડ વિગેરેથી બનાવેલા આ મેદોમાં સપ કેવી રીતે પેસી ગ. તારી કહેલી હકીકત સાંભળીને બધા સભ્ય મશ્કરી કરે છે–હાંસી કરે છે. મને તો તારે વિશ્વાસ છે કે–અભય કેઈ દિવસ છેટું બેલ નથી માટે તું સાચું વિશ્વાસ ઉપજે તેવું બેલ કે જેથી આ બધાનાં મેઢાં વિલખાં થાય.” અભયકુમાર તે સાંભળી બેલ્યા કે–“રાજન ! આ મોદકે જે ભાંગી નાખીએ તે તેમાં સર્પ પ્રકટ રીતે ન દેખાય, પણ જળાદિક દ્રવ્યનો સંગિ થવાથી આ મેદકામાંથી દષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થાય છે. તેથી જે કઈ આ મેદિક ખાઈને પાણી પીએ, તેના પેટમાં સંમૂછિમ દષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થાય અને તેના મુખેથી તે હુંફાડ મારે, તેના ઝેરથી ખાનારનું હૃદય બળી જાય અને અંતે મૃત્યુ પામે. કોઈએ પણ શ્રેષબુદ્ધિવડે આ મેદમાં ગુપ્ત રીતે વિષ નાખીને તે બનાવ્યા છે. જે આપને આ બાબતને વિશ્વાસ ન આવે તે વનમાં જઈને પરીક્ષા કરીએ.” આવી વાત સાંભળીને રાજાના ચિત્તમાં અતિશય ચમત્કાર થ, અને અભયકુમાર તથા અન્ય સભાજનેને સાથે લઈને તે વનમાં ગયે. ત્યાં અભયના હુકમથી એક મોટી લાંબી ભીંત કરાવી. તે ભીંતના વચલા ભાગમાં તે મેદકો મૂકીને તેના ઉપર પાણી રેડવામાં આવ્યું. ભીંતન પછવાડેના ભાગમાં આવીને બધાએ ભીંતથી દૂર ઉભા રહ્યા. થોડા વખતમાંજ તે મેદોમાં દષ્ટિવિષ સપ ઉત્પન્ન થયે. ઉત્પન્ન થતાં જ તે સર્પ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તેની દષ્ટિમાત્રના પ્રસારવડેજ તેની સન્મુખ આવેલા વનના ઝાડો