Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પવિ. - ૩૭પ વિગેરેથી કોમળ રાખજો. કૃપણુતા તે આભવ અને પરભવ બંનેમાં કેવળ દુઃખનાં કારણભૂત છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–ધનને જોગવવું અને આપવું, પણ તેને સંગ્રહ કરે નહિ. કીડીઓ બહુ ધાન્યનો સંચય કરે છે, તો તેતર પક્ષીઓ તે ખાઈ જાય છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠીને શીખામણ આપીને તે ચારણ ચાલતો થયે. એબી પણ લાજથી નીચું મુખ કરી રાજાને નમસ્કાર કરીને લક્ષ્મી તથા ઘર મળવાથી સંતષિત અંતઃકરણવાળો થઈ ઘણા માણસે સહિત પિતાને ઘેર ગયે. વિકટ સંકટમાંથી છુટે ત્યારે કોને આ નંદ થતું નથી ? શ્રેષ્ઠીએ ઘેર ગયા પછી રાજાનાં વચનને અને પિતાની ઉપરના ઉપકારને સંભારીને દુષ્ટોને શંકામાં નાખનાર એવા ધનસાર શ્રેષ્ઠીના નાના પુત્ર ધન્યકુમારને બહુ હર્ષ અને ઉત્સવપૂર્વક પોતાની ગુણમાલિની નામની પુત્રી પરણાવી અને બહુ ધન વસ્ત્રાદિક પણ આપ્યાં. ' હવે ધન્યકુમાર કેટલાક દિવસ સુધી ત્યાં રહ્યા પછી રાજાદિકની રજા લઈને છ ભાષાઓથી શોભતા શ્રીરાગની જેમ છ પ્રિયાઓ (સૌભાગ્યમંજરી, સુભદ્રા, ગીતમાળા, સરસ્વતી, લક્ષ્મીવતી, ગુણમાલિની) સહિત રાજગૃહી નગરી તરફ ચાલ્યા. રસ્ત ઘણાં રાજાઓનાં ભેટણાં સ્વીકારતા અને કૃપા મેળવતા અનુક્રમે રાજગૃહીના ઉપવનમાં આવ્યા. શ્રેણિક મહારાજા ચરના મુખથી ધન્યકુમારનું આગમન સાંભળીને ચતુરંગી સેના સહિત તેમને લેવા માટે તેની સામે ગયા. જમાઈને હર્ષ પૂર્વક ભેટીને કુશળવાર્તા પૂછી અને મેટા મહેસવપૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યું. નગરજનેએ અતિ અદભૂત પુણ્યના સમૂહરૂપ તેને આવતાં દેખીને ગૌરવપૂર્વક તેના વખાણ કર્યા. ભર્તારનું આગમન સાંભળીને