Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 776 ધન્યકુમાર ચરિત્ર. પિતાને ઘેર રહેલી સમશ્રી અને કુસુમશ્રી બંને આવીને ભર્તારના ચરણને નમસ્કાર કરી અંતઃપુરમાં રહેલી દેવાંગનાઓને પણ રૂપમાં જીતે તેવી છ સપત્નીઓને મળી. પરસ્પર કુશળ આલાપ પૂછયા પછી શાલિભદ્રની બહેન સુભદ્રા પાસેથી ધન્યકુમારનું આખું ચરિત્ર સાંભળીને તેઓ બહુ આશ્ચર્ય પામી અને આનંદિત થઈ. તે બંને અને સાથે આવેલ છ મળી આઠ સ્ત્રીઓ એકઠી થઈ અને આઠ દ્ધિઓ સાથે યેગી વિલાસ કરે તેમ તે આઠે પત્નીઓ સાથે દેગંદુકદેવની જેમ ધન્યકુમાર વિલાસ કરવા લાગ્યા. તે મહા ભાગ્યશાળીને વિદેશમાં જ્યાં સુખ ન મળે ત્યાં પણ કિતિ, શ્રી અને ભેગે પગ મળ્યા. પુણ્યવંત ભાગ્યશાળી જીવને શું નથી મળતું ? સર્વ મળે છે. તે આઠે પ્રિયાઓ સાથે રાજાની - પાસે આવેલા ઉત્તમ આવાસમાં વાસ કરીને રાજગૃહી નગરીમાં દેવેંદ્રની જેમ ધન્યકુમાર રહેવા લાગ્યા. આ બધે દાનધર્મને જ પરે પ્રભાવ છે, તે હે ભ! તમે સાચું કરીને જાણજે, માનજે, અનુભવજે, અને આચારમાં મૂકજે. ઈતિ શ્રી જિનકિર્તિ સૂરિના રચેલા પઘબંધ શ્રી દાનકલ્પદ્રુમ - ઉપરથી રચેલા ગધબંધ શ્રી ધન્યચરિત્રના સક્ષમ પલ્લવનું ગુજરાતી ભાષાંતર