Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 378 ધન્યકુમાર ચરિત્ર. કરતે હતું તેથી ભૂગપુરના લેકે અને માર્ગે આવતા ગામના લેકીને તેને આહાર પાણી દેવાં, તેનું કાર્ય કરવું વિગેરે તાકીદે કરવું પડતું હેવાથી ખેદ પામતા હતા. તે માણસને દોડાદોડી કરાવતે હતું. તેણે કહેલી વસ્તુઓ લાવવામાં જે કોઈ દિવસ વિલંબ થત તે તે તેને મારતો હતો પણ પ્રોતરાજાને તે વહાલો હેવાથી કે તેની વિરૂદ્ધની અરજ સાંભળતું નહતું. આ પ્રમાણે હમેશાં જવા આવવાના કારણને લઈને તેનાથી કંટાળેલા ભૃગુપુરના લેકે વિચારવા લાગ્યા કે-“આ દૂત રાજાને માનીતો હોવાથી કેઈથી તેને કાંઈ કહેવાતું નથી, અગર મરાતે પણ નથી, પણ આની હંમેશની પીડા આપણે કેવી રીતે સહન કરવી ? આ તે હમેશાં આવે છે અને જાય છે. આ દુઃખને ટાળવાને ઉપાય કાંઈ છે કે નહિ? આ પ્રમાણે વિચાર કરતાં દુબુદ્ધિમાં કુશળ એક જણ બે કે–“અરે ભાઈઓ ! આ દુઃખ તે શિવના બ્રહ્મકપાળની જેમ આપણી પછવાડે લાગેલું કઈ રીતે છુટે તેવું નથી, વળી આની કોઈ ફરિયાદ સાંભળે તેમ પણ નથી, તેથી આના દુઃખમાંથી છુટવાને એક જ ઉપાય છે, બીજે નથી. લેકોએ તેને પૂછયું કે શે ઉપાય છે ?' તેણે કહ્યું કે આ દૂતને જે ખાવાનું આપવું તેમાં કઈ રીતે સંસ્કૃત કરેલું વિષ ભેળવવું. તે ભાતું લઈ માગમાં સમય થયે તે ખાવા બેસશે, ખાઈને પાણી પીને આગળ ચાલતાંજ રસ્તામાં પડીને મરણ પામશે, એટલે આપણે આની પીડામાંથી કાયમને માટે છુટ. બધા લેકોએ તે વાત સ્વીકારી. ત્યારપછી તેવું જ સંરકારિત વિષવાળું ભાતું તૈયાર કરાવી રાખી મૂકહ્યું તેમાં ઝેર એવી રીતે ભેળવ્યું કે પરીક્ષામાં કુશળ માણસ પણ તે જાણી શકે નહિ. હવે જયારે લેહજંઘ ત્યાં આવ્યું અને