Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પવિ. 31 કોણ તે કરી શકે ?' આ પ્રમાણે સાંભળીને ધન્યકુમારે તે પડહ છે અને તેને આગળ જતે અટકાવીને તેઓ તરતજ રાજા પાસે ગયા. રાજા તે તે ખબર સાંભળીને જ બહુ હર્ષપામ્ય અને તેણે મનમાં તરતજ નિર્ણય કર્યો કે “ખરેખર આ પુણ્યશાળી ધન્યકુમાર આ બંનેને ફેટ જરૂર કરશે.” ધન્યમારને રાજાએ સભામાં આવતા જોયા, એટલે તેને બહુમાન આપીને પિતાની પાસે બેસાડ્યા અને બધી હકીક્ત નિવેદન કરી. ધન્યકુમારે સર્વ વૃત્તાંત સાંભળીને કહ્યું કે-બરવામિન ! આ જગતમાં સત્ય ધર્મ જેવો બીજો કોઈ પણ ધર્મ નથી, તેજ ખરેખર વિશ્વાસ કરવા લાયક છે. અહીં આ બંનેને વિભાગ કોઈએ કર્યો નહિ, પણ સત્ય ધર્મજ સત્ય અસત્યને વિભાગ કરશે. પ્રથમ આ બંનેને સ્નાન કરાવીને તેની પાસે દિવ્ય કરાવવું પડશે, તેથી જે સાચે હશે તે તરતજ દિવ્ય કરી શકશે, બીજો કરી શકશે નહિ.” આ પ્રમાણેની ધન્યકુમારની વાણુને રાજાએ પણ અનુમોદન આપ્યું! પછી ધન્યકુમારે એક ઝીણું માળવાવાળી ઝારી મંગાવી અને સભાનાં મધ્યમાં તેનું સ્થાપન કર્યું. લાખ લેકે આને ન્યાય જોવા ત્યાં એકઠા થયાં. બંને ધનકર્માને સભામાં લાવવામાં આવ્યા અને રાજા પાસે ઉભા રાખવામાં આવ્યા. તે વખતે ધન્યકુમારે ઉભા થઈને તે બંનેને કહ્યું કે તમે બંને સ્નાન કરી સ્વચ્છ વસે પહેરીને સભામાં તાકીદે આવે.” તેઓએ તે પ્રમાણે કર્યું અને રાજયસભામાં આવ્યા, એટલે ફરીથી ધન્યકુમારે તેને કહ્યું કે તમારા બેમાંથી જે કઈ ધર્મના પ્રમાવથી આ ઝારીની નળીના એક મુખેથી પ્રવેશીને બીજે મુખેથી બહાર નીકળશે તે સાચે ધનકમ ગણાશે. આ પ્રમાણે સાંભળીને ખેટે ધનકર્મા મનમાં આનંદ