Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 370 ધન્યકુમાર ચરિત્ર. અસત્યને નિર્ણય કરવા માટે અમે વાપર્યો, પણ કઈ પ્રકારને નિર્ણય અમે કરી શક્યા નથી. આજ દિવસ સુધી અમે ધરાવેલ અમારી બુદ્ધિને ગર્વ પણ નિષ્ફળતા પામે છે. આ પ્રમાણે મંત્રીઓનાં “વચન સાંભળીને વિષાદપૂર્વક રાજાએ કહ્યું કે-જે આપણી સ ભામાં આ બંનેને નિર્ણય ન થઇ શકે તે મારી મહત્વતામાં ) ખામી આવે, તેથી હવે શું કરવું ?" તે સમયે કેઈએ કહ્યું કે રવામિન! “બહુરત્નો વસુંધરાકહેવાય છે, આ તમારૂં નગર ઘણું મોટું છે, તેથી તેમાં કોઈક તે દેએ આપેલ વરદાનવાળા, અતુલ ચતુરાઇવાળા, ચારે બુદ્ધિને ધણી, બહુ પુણ્યના સમૂહવાળ પણ હશે; તેથી આખા નગરમાં કોઈ અદભૂત વસ્તુ આપવાના ઠરાવથી પડહ વગડા, જેથી આપના પુણ્યબળવડે કઈ તે પુરૂષરત્ન પ્રગટશે, કે જે આ બંનેને ભેદ પ્રગટ કરશે અને તમારી અને રાજયસભાની મહત્વતા વધારશે.” 5, આ પ્રમાણેની તેની વાણી સાંભળીને રાજાએ તરતજ આતુરતાથી કહ્યું કે “જે કોઈ બુદ્ધિશાળી અતિ પ્રજ્ઞાવંત પુરૂષશ્રેષ્ઠ આ બંનેને સત્યાસત્યને વિભાગ કરીને નિર્ણય કરી આપશે, તેને બહુ ધન સહિત આ ધનકર્માની પુત્રી પરણાવવામાં આવશે. આ (પ્રમાણે આખા નગરમાં રાજાની આજ્ઞાથી પડહ વગડાવવામાં આવ્યું. પડ૯ વાગતે વાગતે ત્રિપથ, ચતુષ્પથ વિગેરે બજારમાં ફરતે ફરતે જે સ્થળે ધન્યકુમાર વસતા હતા ત્યાં આવ્યું. ગોખમાં ઉભેલા ધન્યકુમારે તે પડહ સાંભળીને જરા હસીને પિતાના સમાજને પ્રત્યે કહ્યું કે રાજાની આવડી મોટી સભામાં કેઈએ પણ આ બંનેને નિર્ણય ન કર્યો?” સભ્યએ કહ્યું કેવામિન ! તમારી જેવા અતુલ બુદ્ધિવાળા સિવાય બીજું