Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 364 " ધન્યકુમાર ચરિત્ર. લાગતું નથી, તેથી હવે હું તાકીદે જાઉં. જે કામ હશે તે ફરીવાર પાછો આવીશ.” આ પ્રમાણે વિચાર કરીને દિવસ થોડો બાકી હતે તેવામાં તે રસ્તે પડ્યો. માર્ગે કે ગામમાં તે સુતે, પણ રાત્રીમાં માનસિક ચિંતાના વેગથી તેને નિદ્રા આવી નહિ. દુખમાં-સંતાપમાં રાત્રી વ્યતીત કરીને પ્રભાતે પોતાના ગામ તરફ ચાળકપટી ધનકર્માને દૈવપ્રગથી તેના આગમનની પહેલેથી જ ખબર પડી ગઈ, તેથી દ્વારપાળને તેણે કહી રાખ્યું કે“અરે સેવકે ! હાલ આ ગામમાં બહુરૂપી ધૂતારાઓ ઘણા આવેલા છે. અનેક પ્રકારની ધૂર્તકળા કેળવીને તેઓ લેકોને છેતરે છે. તેમાં વળી કેટલાક તે કોઈ ઘરધણીના જેવું જ રૂપ કરીને ઘરમાં પ્રવેશીને ઘરમાંથી લક્ષ્મી વિગેરે સારી વસ્તુઓ ઉપાડી જાય છે, તેથી સાવધાનપણે રહેજો. કોઈ અજાણ્યા માણસ ઘરમાં આવે તે તેને વાર–અટકાવજે, પેસવા દેશે નહિ.” | મધ્યાન્હ લગભગ મૂળ ધનકર્મા પિતાને ગામ આવ્યું અને લેકેએ નગરમાં પ્રવેશ કરતા તેને છે. તેને જોઈને અંદર અંદર કાનની પાસે આવીને તેઓ કહેવા લાગ્યા–“અરે ! આજે વળી ધનકર્મા મૂળ વેષ વિગેરે પહેરીને પગે ચાલતે ક્યાંથી આવે છે? તે સાંભળીને બીજો બોલ્ય-“આ ધનકર્મો નથી, ધનકર્માની જે નવાજ રૂપવાળો કે મુસાફર આવતો જણાય છે.” પેલાએ કહ્યું– તું સાચું કહે છે ! કારણ કે મેં આજે સવારે જ સુખાસનમાં બેઠેલા ઘણા સેવકેથી પરિવૃત્ત થયેલા ધનકર્માને આ રીતે જતાં જો છે. ત્યારે ત્રીજો બોલ્ય-ધનકર્મા તે આજ છે કારણકે આને જોતાં જોતાં મારે આખે જન્મારે પૂરું થઈ ગયે. જે આ ધનકર્મા ન હોય તે આપણે સરત કરીએ.” આ પ્રમાણે વિવિધ - -