Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પલવ. 33 અથવા ભાંગ પીને અસ્તવ્યસ્ત બોલે તેમ તું બેટું બેલે છે? કારણ કે તે કહેલ પિળને તે હુંજ અગ્રેસર છું. મારી જેટલું ધન તથા વ્યાપારાદિકથી યુક્ત મારી સરખી ધુરાને ધારણ કરનાર આખા નગરમાં પણ બીજો કોઈ નથી, તે પછી તે પળમાં તે ક્યાંથી જ હેય? અમુક કાર્ય પ્રસંગે હું અને આ છું, હજુ મને આવ્યાને થોડા દિવસો જ થયા છે, તેથી તારી કહેલી વાત કેવી રીતે સંભવે? આ પ્રમાણે સાંભળીને તે યાચકબોલ્ય “શું કરવા નકામે વિવાદ કરે છે ? અમે યાચકે તે હમેશાં સાચું જ બોલનારા હોઈએ. જેવું જોઈએ તેવું જ બેલનારા છીએ. હૃદયમાં કાંઈ અને મુખમાં કાંઈ તેમ ભિન્ન આશયથી વર્તવું અને બોલવું તે ગુણ તે વિધાતાએ તમારી જ જાતિને આપેલું છે. જો તમને મારી વાત સાચી ન લાગતી હોય તે ત્યાં જઈને જુએ, એટલે સર્વ જણાશે. પરંતુ નગરમાં ભમતાં મેં એમ પણ સાંભળ્યું હતું કે આ ધનકર્મા પહેલાં તે બહુજ કૃપણ હતો અને હમણ " તે દાનગુર્ગવડે તેના જે કોઈ પણ જણાતું નથી. તેથી હે શ્રેષિન ! મેં જે સર્વે કહ્યું છે તે સાચું જ જાણજે. અસત્ય બોલવાથી મને શું ફાયદો? મેં તે જેવું દેખ્યું છે તેવું જ કહ્યું છે, તેમાં દેહ કરવા જેવું નથી. મેં કહ્યું તેથી ન્યૂનાધિક હું કાંઈ પણ જાણતા નથી. તમારું કલ્યાણ થાઓ. હું હવે જાઉં છું.” આમ કહીને તે યાચક ચાલતે થયે. શ્રેણી ધનકર્મા ઉપરની બધી વાત સૉભળીને વિચાર કરવા લાગે કે-“આ બધી વાત તે ઉત્પાત જેવી છે, કઈ રીતે સંભવી શકે તેવી નથી, વળી કેવળ અસત્ય હેય તેમ પણ જણાતું નથી, કાંઈક વધારે ઘટાડે હશે, પણ મૂળથી અસત્ય હેય તેમ