Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ૩૬ર ધન્યકુમાર ચરિત્ર. * પણ અધિક દાન દેવાવાળે મેં કઈ જ નથી, કે સાંભળે પણ નથી. તેની માતાએ તેનેજ જ છે. બધા દાતારના ગુણેથી શોભતે આ દાનેશ્વરી છે, આની જે દાનેશ્વરી કેઈથ નથી, તેમ કઈ થશે પણ નહિ. શું તેનું વિશેષ વર્ણન કરૂં ? સાક્ષાત્ બ્રહ્મા પણ તેના ગુણે કહેવાને સમર્થ નથી.” આ વાત પાસેની કાન ઉપર બેઠેલા મૂળ ધનકર્માએ સાંભળી. તે સાંભળતાં જ તેના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન થયે, અને તે વિચારવા લાગે કે“અહે ! મારા નગરમાં ધનવંત ધનકર્મા તે હું એકજ છું, એ નામવાળો બીજો કોઈ દેખ્યો નથી, તેમ સાંભળે પણ નથી! અને હું તે અહીં છું' અથવા આ ધનકર્મો કઈ બીજે ગામળી આવે છે કે શું ?" આ પ્રમાણે શંકાયુક્ત ચિત્તથી યાચકને તેણે પૂછ્યું-“તમે કહેલે ધનકર્મો કયે ગામથી આવેલે છે? યાચકે કહ્યું “આવેલ છે, આવેલ છે તેમશું પૂછો છો? તે તે તેજ ગેમને અમુક પિળને રહેવાસી છે. રૂપમાં સાક્ષાત્ તમારી જેવો જ છે, ગુણેમાં તે દેવથી પણ ઘણે અધિક વધારે છે. આ પ્રમાણેની યાચક પાસેથી હકીકત સાંભળીને તેના ચિત્તમાં મોટી ચિતા ઉભી થઈ. “આ યાચક શું બોલે છે? તે નગરમાં મારી જે બીજો કોઈ રહેતું નથી, તે પછી મારી પળમાં તે તે કોણજ હોય?” આ પ્રમાણે વિચારીને તેણે ફરીથી પૂછયું– “અરે યાચક! તું જે બોલે છે, તે મારા ચિત્તમાં વાત બંધબેસતી લાગતી નથી, તેથી જ હું વારંવાર પૂછું છું. “ભિખારીને સે જીભ હોય છે. તેથી ક્ષણે ક્ષણે જુદુ જુદુ બેલવું તે તમારી જાતિને ધર્મ છે, તેથી હું તને ફરી પૂછું છું કે તું જે બોલે છે તે તે કોઈને હેડેથી સાંભળ્યું છે અથવા તે પોતે જ તે દેખ્યું છે?