Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પલ્લવ. 337 , બુદ્ધિથી તે શિલાની સન્મુખ ચાલ્યો. અનુક્રમે તે શિલાની પાસે આવે, તે તેણે તે શિલાને એક ખુણે જોયે. હાથવડે ધૂળને દૂર કરવા લાગે ત્યારે ઘણું મટી તે શિલા જણાઈ. તેથી તે તપરવીનું ચિત્ત લેભરૂપી પંકથી મલીન થયું. તે મનમાં વિચાર કરવા લાગે કે “અહે! આટલું બધું ધન અહીં છે, અને લાભ થવાથી તે રાજરાજેશ્વરનું સુખ અનુભવાય તેમ છે. જેને માટે આટલું બધું તપસ્યાનું કષ્ટ કરું છું, તે તે અહીં જ પ્રાપ્ત થયું માટે હવે અહીં જ રહેવું. એ પ્રમાણે વિચારીને તે આમતેમ જોવા લાગે, તે તે બન્ને રાજસેવકને મરેલા પડેલા જોયા. તેમને જોઈને તેણે વિચાર્યું કે-“ખરેખર આ બન્ને જણ આ ધનને માટેજ પરપર શસ્ત્રના ઘાતથી મરણ પામ્યા જણાય છે. માર્ગની સમીપે રહેલું આ ધન અહીં ગુપ્ત રહી શકે તેમ નથી, તેથી અહીં રાખવા ગ્ય પણ નથી. તેમજ આ બધું કોઈથી ઉપાડી શકાય તેમ પણ નથી, તેથી જે આના કકડા કરીને કોઈ ગુપ્ત સ્થાને પૃથ્વીમાં નાંખી તેના પર મઠ કરીને તેમાં નિવાસ કરું, તે ચિંતિત અર્થ ની સિદ્ધિ થાય. પરંતુ છીણ, હડી, ઘણ વિગેરે લેઢાના હથિ ચાર વિના આના કકડા શી રીતે થાય ? તેથી કોઈની પાસેથી તે માગી લાવીને પછી ઈચ્છિત કાર્ય કર્યું પરંતુ હવે તે રાત્રિને સમય થઈ ગયું છે, શું કરું ? ક્યાં જાઉં? જે કદાચ આને છે. " ડીને ગામમાં હથિયાર લેવા જાઉં, તે કઈ બળવાન માણસ આવિને આને માલીક થઈ જાય, તે ચિંતવેલું સર્વ કાર્ય નિષ્ફળ થાય.” આ પ્રમાણે તે તપસ્વી સંકલ્પવિકલ્પના સમૂહમાં ગક થ, તેવામાં ત્યાં વિવિધ શાને હાથમાં રાખીને છ એરે આ- વ્યા. તેઓ નગ્ન જટિલને જોઈને તેને નમીને બેલ્યા કે-“હે 43