Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ . સપ્તમ પલ્લવ. 355 કરીને અનેક પ્રકારે પાપાનુબંધી પુણ્ય પેદા કરે છે, પરંતુ હું તેમને પ્રથમ સર્વ પ્રકારની ઋદ્ધિ બતાવીને છેવટે નરકરૂપી ગર્તામાં નાખું છું. કેટલાએક તિરમાં ઉત્પન્ન થઈને સર્પાદિક રૂપે જન્મ પામી નિધાનરૂપે રહેલી મને સેવે છે, કેટલાએક કષ્ટના બળથી દેવામાં ઉત્પન થાય છે, તેઓ પણ ભૂમિમાં રહેલા મારા સ્વરૂપને આશ્રય કરીને વિના કારણે ત્યાં રહે છે, અને લેકેને દેવી માયાવડે મને કેયલા અને માટીરૂપે દેખાડે છે. માટે હે પૂજ્ય સરવતી! સર્વ સંસારી પ્રાણુઓ હમેશાં મારી પ્રાપ્તિથી જ મોટા ગણાય છે. કેવળ જે કઈ મેક્ષના અથી મનુષ્ય છે, તેઓ તારી સેવામાં તત્પર રહે છે, તેઓ તારાવડેજ મોટા ગણાય છે, પરંતુ બીજાઓ તેને મેટા ગણતા નથી.” આ પ્રમાણે લક્ષ્મીનાં વચનો સાંભળીને સરસ્વતી બોલી કેહે બહેન ! એક તે તારૂં મેટું દૂષણ છે કે જેઓ તારી સેવા . કરે છે, તેમને મનુષ્યભવાદિકમાં વિવાદિકનું સુખ દેખાડીને પછી નરકરૂપી ગર્તામાં તું નાંખે છે. પિતાના આશ્રિતને ઉદ્ધાર કરવો એજ મહાત્માઓને ઉચિત છે.” તે સાંભળીને લક્ષ્મી બેલી કે “હે બહેન ! તું પંડિતા થઈને શ્રુતિનું જડપણું કેમ પ્રગટ કરે છે? હું કેવળ નરકમાં નાંખું છું એમ નથી, પરંતુ મોહરાજાના પ્રેરેલા વિષય, અવિધા, વ્યસન અને કામગ વિગેરે નરકમાં નાંખે છે. મારા બળે કરીને ધીમે ધીમે વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરી પરમપદ (મેલ)નું સાધન સ્વીકારી ચિદાનંદને પામેલા પણ સંભળાય છે. શાસ્ત્રમાં પણ ‘કનકામુક્તિઃ' (સુવર્ણથી મુક્તિ) મળે છે એમ સંભળાય છે, અને તારા કહેવા પ્રમાણે હેય તે તે મહા અદ્ભુત અનંતા શ્રુતકેવળીઓ પણ મહારાજાના પ્રેરેલા