Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સક્ષમ પલ્લવ. 357 . पृथिव्याभरणं पुरुषः, पुरुषाभरणं प्रधानतरलक्ष्मीः ... / लक्ष्म्याभरणं दान, दानाभरणं सुपात्रं च // પૃથ્વિનું આભૂષણ પુરૂષ છે, પુરૂષનું આભૂષણ ઉત્તમ લીમી છે, લમીનું આભૂષણ દાન છે, અને દાનનું આભૂષણ સુપાત્ર છે” * તેથી હે ભવ્ય છે! અતિ દુર્લભ એ મનુષ્યભવ અને ધન પામીને સુપાત્રદાનમાં તેને વ્યય કરો. મનુષ્યભવ અને લક્ષમીને વેગ તે દુધ સાકરના સંગની જે છે. આ પ્રમાણે બંનેને વેગ મળ્યો હોય તે લક્ષ્મી અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કિર્તિદાન દેવાવડે સફળ કેમ કરતા નથી ? કારણ કે ધનલાભ થાય ત્યારે આ લેકમાં જ્યાં સુધી લક્ષમી હોય ત્યાંસુધી જ તેની મેટાઈ છે. લક્ષમી જાય એટલે મનુષ્યપણું પણ તૃણની જેવું લધુ થઈ જાય છે, કોઈ બરાબર જવાબ પણ આપતા નથી, દાનમાં જે લક્ષ્મી વાપરી હોય તે તે જતી રહેતી નથી, સ્થિર થાય છે. કદાચિત પૂર્વ ભવમાં કરેલા બહુ " પાપના ઉદયથી લક્ષ્મી ચાલી જાય તે પણ દાતારની મહત્વતા આ લોકમાં ઘટતી નથી અને પરલોકમાં તે લેકોત્તર મહત્વ મળે છે. જે ધનપુરૂષ કૃપણતાના દોષથી જરા પણ દાન દેતે નથી, તે લક્ષ્મી હેય છતાં પણ પ્રભાતે તેનું કોઈ નામ લેતું નથી. જે કઈ તેનું નામ લે તે બીજાઓ તેને ઠપકો આપે છે. કે–આવા નીચનું, કૃપણનું અત્યારમાં નામ શું છે? જરૂર કાંઈક અકલ્યાણ થશે. આ પ્રમાણે દાન નહિ દેનારને તે સહજ ફળ મળે છે. તેથી હે ભવ્ય લેકે ! ઉભય લેકમાં સુખદાયી એવા દાનધમમાં અવશ્ય પ્રયત્ન કરે તે જ ખરો સાર અને લામી પામ્યાનું સાર્થક છે.”