Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પવિ. * 359 પિષણ, કુટુંબી જનોની પ્રતિપાલના વિગેરે કરવાવડે હું ધનનું ઉત્તમ ફળ મેળવીશ; તેથી તમને પણ દાને અને ભેગાદિકમાં જે ઈચ્છા હોય તે મને કહેવી, તેને માટે સુખેથી ધન લેવું. આ જથી તમને મારી અનુમતિ–રજા–આજ્ઞા છે. ફરીથી પૂછવું નહિ, હું તો હવે દાનાદિક સત્કાર્યમાં જ મશગુલ રહીશ.” - ( આ પ્રમાણે કહીને તે ખોટો ધનકર્મા દિનજને વિગેરે સર્વને ઈચ્છિત ધન આપવા લાગે. વળી સીદાતા સ્વામિભાઈઓને તથા અન્ય યાચકને તેની ઇચ્છાથી પણ અધિક આપવા લાગે. આ પ્રમાણે થોડાજ દિવામાં આઠ કરેડ સોનામહેરે તે કપટી શ્રેષ્ટીએ વાપરી નાખી. નગરમાં પણ ભારે વસ્ત્રો અને આભૂ-. ષણે પહેરીને સુખાસનમાં—પાલખીમાં અથવા તે રથમાં બેસીને તે બહાર નીકળતા. એક દિવસ તેના કોઈ બાળ વયના પ્રિયમિત્રે તેને પૂછયું કે “અરે શ્રેષ્ટિન ! હમણાં તમારી આવી ઉદાર દાન વૃત્તિ, ત્યાગવૃત્તિ તથા ભગવૃત્તિ કેવી રીતે થઈ ?" ત્યારે પૂર્વે કહેલી કપિત હકીકત કહીને તેણે ઉત્તર આપ્યું. તે સાંભળી કેટલાક ઉત્તમ છે બોલ્યા કે–અહો ! નિરપૃહિ એવા મુનિની દેશનાવડે કોણ પ્રતિબંધ પામતું નથી? આમાં શું આશ્ચર્ય છે? પહેલાના વખતની વાતો શાસ્ત્રમાં સાંભળીએ છીએ કે કાળકુમાર, દઢપ્રહારી, ચિલતિપુત્ર, ધનસંચય શ્રેણી વિગેરે પણ કુકર્મમાં મગ્ન થયેલા, કુમાર્ગે ગયેલા, કુમાર્ગનું પિષણ કરનારા, કુમતિથી વાસિત થયેલ અંતઃકરણવાળા, સાતે વ્યસન સેવવામાં તત્પર અને ક્રૂર,, મહાનિધુર પરિણામવાળા હતા, છતાં તેઓ પણ મુનિ મહારાજની દેશના સાંભળીને પ્રતિબંધ પામ્યા હતા અને તેજ ભવમાં જૈનધર્મને આરાધી ચિદાનંદ પદને તેઓએ પ્રાપ્ત કર્યું હતું. તે આ