Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 354 ધન્યકુમાર ચરિત્ર. પડવું પડે છે. પછી શુધ્યાનરૂપી અગ્નિવડે મારાં બીજને ભરેમ કરીને તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે અવસરે વિવિધ દે એકત્ર થઈને મારું ઘર (કમળ) તેના ચરણની નીચે સ્થાપન કરે છે. તેનું આસન કરી પર બેસીને મારૂં નિર્મૂળ ઉચ્છેદન કરવારૂપ દેશના તેઓ આપે છે. ઘણાઓને પિતાની જેવાજ કરે છે, કેટલાકને દેશવિરતિ આપે છે કે જે ઓ ગૃહવાસમાં રહ્યા છતાં પણ વ્યવહાર શુદ્ધિથી પરિગ્રહનું પરિમાણ કરી સત્ય અને સંતોષાદિક ધર્મનું પાલન કરવાવડે મને અધિક અધિક પ્રાપ્ત કરે છે. નીતિશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે નિઃસ્પૃહપણું બતાવીને કામગાદિકમાં મારો છેડે વ્યય કરે છે અને ધમ સંબંધી સાત ક્ષેત્રમાં હર્ષથી અધિક વ્યય કરે છે, અત્યંત ગાઢ વિલાસની ભાવનારૂપી ચૂર્ણ નાખીને મને બંધનમાં નખે છે, તેથી પ્રતિક્ષણ સર્વ જનની સમક્ષ મારી નિંદા તથા તિરસ્કાર કરતાં હું તેમને સાંભળું છું, તે પણ હું તેનું ઘર તજવાને શક્તિમાન થતી નથી. ઉલટી તેને ઘરમાં જાણે વૃદ્ધિ પામવાની મારી ઈચ્છા હોય તેમ હું વસું છું. તેઓ પુણ્યાનુબંધી પુણ્યના બંધનવડે મને બંધનમાં નાંખે છે કે જેથી પ્રત્યેક જન્મમાં ભારે તેમનું દાસીપણું કરવું પડે છે. પગલે પગલે નિધાન દેખાડીને સર્વ રીતે વૃદ્ધિ પામીને મારે તેમને આધીન રહેવું પડે છે. તેમનું કાંઈ પણ પ્રતિકૂળ કરવાને હું શક્તિ માન નથી. છેવટ પાછી મને વગોવીને તૃણની જેમ તજી નિવૃત્તિ (મુક્તિ) પૂરીમાં જાય છે. આવા પ્રકારના જિનશાસનના ઉપાસકોને છેડીને બીજા સર્વે સંસારી જી મારા કિંકરે છે. તેમને હું હજારે દુઃખે આપું છું, તોપણ તેઓ મારા ચરણની ઉપાસના તથા પ્રીતિને મૂકતા નથી. મારે માટે તપ, જપ, કાયક્લેશ વિગેરે