Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 340 , ધન્યકુમાર ચરિત્ર. - - શસ્ત્રાવડે કાપી શકાય તેવી નથી, અને આખી તે કઈ લઈ શકે તેમ નથી. પરંતુ આ રાત્રિમાંજ જેટલું લેવાય તેટલું આપણું છે, કેમકે દિવસ ઉગ્યો કે પછી અનેક વિને આવશે. ત્યારે એક જણ બોલ્યા કે—“ઘણ અને છીણીઓ વિના આપણું ઇચ્છિત કાર્ય થઈ શકે તેમ નથી, માટે આ ગામમાં અમુક સેની છે, તે આપણે પરિચિત અને વિશ્વાસના સ્થાન જેવો છે. તેથી તેની પાસે જઈને આ ગુપ્ત વાત કરીએ, અને ઘણું છીણુઓ વિગેરે સહિત તેને જ અહીં લાવીને આના કકડા કરાવીએ, તે આપણું ધાર્યું કાર્ય પાર પડે. તે સોનીને પણ તેની ઇચ્છાથી અધિક ધન આપીને આપણે પ્રસન્ન કરશું.” આ પ્રમાણે સાધનને અનુકૂળ વાત સાંભળીને તેને એકમત થે, ત્યારે એક બે કે “આ ત્રણ મડદાને દૂર નાંખીને જઈએ તે સારૂં, કેમકે તેમ કરવાથી આ વાતની ખબર કોઈને ન પડે.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રણે મડદાને અતિ દૂર પ્રદેશમાં દાટીને નગરમાં તે બધા સનીને ઘેર ગયા, સેનીને બેલા, તે પણ તેમને શબ્દ સાંભળીને તરતજ બહાર આવી બે આવે, આવે, ઘરમાં આવી શું લાવ્યા છે તે બતાવો.” તે સાંભળીને ચરે બોલ્યા કે–“અરે લાવ્યા, લાવ્યા, શું કહે છે? તમારૂં અને અમારું દારિદ્રય જાય એ એક નિધિ હાથે કરીને તમને બેલાવા આવ્યા છીએ, તેથી ઘણ અને છીણીઓ લઈને જલદી ચાલે, વિલંબ કરે નહીં, એક ઘડી જાય છે તે લાખની જાય છે, ફરી આવશે નહીં, માટે ઉતાવળ કરો.” તે સાંભળીને સેની બે -“બહુ સારું, હું તો તમારા - હુકમને આધિનજ છુંપરંતુ તમે મને કહે કે કયે સ્થાને કેવી રીતને નિધિ તમે જે છે? અને તેમાં શું છે? તમે હાથ