Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 3i38 ધન્યકુમાર ચરિત્ર. સ્વામી!આ જળ અને મનુષ્યરહિત અરણ્યમાં તમે શી રીતે રહે છો?” આ પ્રમાણે તે ચરેનું વચન સાંભળીને જટિલ બોલે કે-“અમારા જેવા નિઃસંગ તપસ્વીઓને વનમાં રહેવું જ કલ્યાણકારી છે. જેઓ મહા તપસ્વી છે, તેઓની આજ રીતિ છે; પરંતુ તમે આવા રાત્રિને સમયે ઘરને ત્યાગ કરીને વનમાં કેમ આવ્યા છે?” ત્યારે તેઓ બોલ્યા કે–“તમારા જેવા પાસે અને મારે શા માટે અસત્ય બેલવું જોઈએ? અમે તે ચેર છીએ અને આ દુખે કરીને પૂરી શકાય તેવા ઉદરને પૂર્ણ કરવા માટે ચેરી કરવા નીકળ્યા છીએ.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને જટિલે વિચાર્યું કે-“આ ધનના અર્થી છે, અને વળી શસ્ત્ર સહિત છે, માટે તેમને થોડુંક ધન આપીને આ શિલાના કકડા કરાવું.” એમ વિચારીને તેણે તેમને કહ્યું કે-“હે રે ! જો તમે મારા કહ્યા પ્રમાણે કરે તે તમને દરેકને હજાર હજાર સોનામહેર આપું.” ચરે બેલ્યા કે " બહુ સારૂં; અમે તમારા સેવક જ છીએ. આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે અમે કરશું.” ત્યારે જટિલે તેમને તે શિલા દે. ખાડીને કહ્યું કે-“મેં તપસ્યાની શક્તિવડે વનદેવતાનું આરાધન કર્યું, ત્યારે તેણે પ્રસન્ન થઈને મને આ નિધિ બતાવે છે. તેથી હવે આના કકડા કરીને આને તીર્થોમાં વ્યય કરે છે, માટે તમે આના કકડા કરી આપ.” આ પ્રમાણે તે જટિલની વાણી સાંભળીને તથા તે શિલાને જોઈને લેભસાગરમાં મગ્ન થયેલા તે ચરે પરસ્પર વિચાર કરવા લાગ્યા કે–“હે ભાઈ ! જટિલની દંભરચના જાણી કે? તે કહે છે કે મને દેવતાએ આ નિધિ દેખાડ્યો. પણ આ તે પૂર્વે કઈ રાજાએ સુવર્ણના રસથી આ શિલા બનાવીને પૃથ્વીમાં