Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પદ્વવ. 315 શક્તિએ રચેલી લીલાને આ વિલાસ જણાય છે. મનુષ્યમાં તે આવી સર્વ ગુણની એકત્ર સ્થિતિ દુર્લભ છે. આવું સ્વરૂપ તે કોઈ પણ સ્થાને જોયું કે સાંભળ્યું નથી ! આ તે મહા આજીકારક છે! જેઓ નૃત્યકળામાં કુશળ અને સંગીતાદિકના જ્ઞાનથી ગવિષ્ટ હતા, તેઓ પણ આની વાણી સાંભળીને પિતાના અભિમાનને ત્યાગ કરી તેની જ સ્તુતિ કરવા લાગ્યા કે “અહો ! આની રાગાદિકને ઉલટપાલટ કરવાની શક્તિ કેવી છે? અહે! આની એક રાગને બીજા રાગમાં મેળવવાની શક્તિ કેવી છે? ઈત્યાદિ અનેક પ્રકારે પ્રશંસા કરતા સેંકડે અને હજારો લેકે પિતપતાનાં ગૃહકાર્યો તથા ખાનપાનની ઈચ્છાને પણ વિસરીને ઉંચા કણ રાખી તેની વાણીનું શ્રવણ કરવા લાગ્યા. કઈ પણ માણસ એક અક્ષર પણ બેલતું નહિ. ક્ષણે ક્ષણે ગમન કરવાના સ્વભાવવાળ કાળ કેટલે ગયે તેની શુદ્ધિ પણ કોઈને રહી નહિ. એ રીતે લગભગ સવા પ્રહર વ્યતીત થઈ ગયે. આ સમયે નગરની બહાર ઉપવનમાં રહેલી લક્ષ્મીદેવીએ મનમાં વિચાર કર્યો કે-“સરસ્વતીએ નગરમાં જઈને પિતાની શક્તિથી સમગ્ર લેકનાં મન વશ કર્યા છે. આટલી મુદત સુધી તેણે પોતાની શક્તિનું સામર્થ્ય બતાવ્યું છે, હવે હું ત્યાં જઈને તેની શક્તિનો વિનાશ કરું.” એમ વિચારીને લક્ષ્મીએ અત્યંત વૃદ્ધા સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. વૃદ્ધાવસ્થાને લેધે તેણીનાં ગા સંકુચિત થયાં હતાં, નેત્ર અને નાસિકામાંથી પાણીનાં ટીપાં પડતાં હતાં, મુખમાં એક પણ દાંત હત નહીં, તેથી તેમાંથી લાળ પડતી હતી, વૃદ્ધાવસ્થાને લીધે મસ્તકપરના કેશ ખરી પડવાથી તાલ પડેલી હતી, શરીરની ચામડી પર જરા પણ તેજ હતું