Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પક્ષવ. 323 બત.” ત્યારે શેઠાણીએ બીજા ચાકર પાસે શેઠને કહેવરાવ્યું. તેને પણ શેઠે તેજ જવાબ આપે. છેવટે શેઠાણી બારણાં ઉઘાડી લોકલજજાને ત્યાગ કરી મુખને બહાર કાઢી શેઠ પ્રત્યે બોલી કે–“હે સ્વામી ! જલદી ઘરમાં આવે, ઘણું મોટું કામ આવી પડ્યું છે. ત્યારે શેઠે વિચાર કર્યો કે “ખરેખર કાંઈક રાજક દૈવક થયું જણાય છે, નહીં તે લાજ છોડીને આટલા બધા લેકે બેઠાં છતાં કેમ મહેડું કાઢીને બેલે? માટે મારે અવશ્ય જવું જોઈએ.” એમ વિચારીને તે મહા મુશ્કેલીથી ઉક્યો. જલદી ઘરમાં આવીને બે -“અરે! બેલ, બેલ, કેમ ધર્મશ્રવણમાં અંતરાય કરીને મને બોલાવે છે.” શેઠાણી બેલી-“હે સ્વામી! આકળા કેમ થઈ જાઓ છે? ધીરજ રાખો. તમારું ભાગ્ય ઉઘડ્યું છે. એક વૃદ્ધ માતા આવી છે.” શેઠે કહ્યું કેણ! તારી મા આવી છે?' એમ બોલતાં શેઠ ઘરમાં ગયા. એટલે શેઠાણીએ પેલું પાત્ર દેખાડ્યું. તે જોતાંજ ચકમકના પાષાણપર લેઢાનું આકર્ષણ થાય તેમ આકર્ષણ થવાથી પૂર્વનું સર્વ અધ્યવસિત શેઠ ભૂલી ગયા, અને બોલ્યા કે “કઈ પણ વખત નહીં જોયેલું આ પાત્ર કયાંથી?” તે બેલી–“હે સ્વામી ! હમણાં આપણે વ્યાખ્યાન સાંભળતા હતા, ત્યારે એક કઈ પરદેશ ડેશી આવી, તેણે આપણા આંગણામાં ઉભા રહીને પાણી માગ્યું, ત્યારે મેં મેટી વહુને આજ્ઞા કરી કે-જ, જે, કોણ આવું કટુક વચન બેલીને ધર્મશ્રવણમાં અંતરાય કરે છે? તેને જે જોઈએ તે આ પીને તેને રજા દઈ આવ.” ઇત્યાદિ સર્વ વૃત્તાંત સ્વામીને નિવેદન કરીને તેણીએ કહ્યું કે “હે સ્વામી! તમારા ભાગ્યના વાથી આ વૃદ્ધા જંગમ નિધાનની જેમ આવેલી છે. કોઈ પણ તેને