Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 328 ધન્યકુમાર ચરિત્ર. પણ માગે છે? આ તે તમારા ભાગ્યના ગે સાક્ષાત બ્રહ્માજ બ્રાહ્મણને સ્વરૂપે આવ્યા છે. માટે હશેઠ! તમે ડાહ્યા, નિપુણ અને શાસ્ત્રજ્ઞ થઈને આવું હલકા માણસને એગ્ય એવું વચન કેમ બેલે છે?” ત્યારે શેઠ બે કે-“હું તમારી વચનની ચતુરાઈને જાણું છું, આવી ચતુરાઈ કઈ બીજા પાસે કરવાની છે, મારી પાસે કરવાની નથી. જો તમે શ્રવણ કરવામાં આટલા બધા રસિક છે તે એને બોલાવીને પિતાને ઘેર રાખી કેમ નથી સાંભળતા? અમારા ઘરના આંગણામાં વિતંડાવાદ શા માટે માંડ્યો છે? માટે અહીંથી સૌ ઉઠી જાઓ, નહીં તે સેવકો પાસે ગળે પકડી પકડીને કાઢવા પડશે. અહીં એક ઘડી પણ બેસશે નહીં, જલદી ચાલ્યા જાઓ.” આ પ્રમાણે શેઠનું અનાદરવાળું વચન સાંભળીને વિલક્ષ મુખવાળા થઈને સર્વે શેઠની નિંદા કરતા ઉડ્યા. પેલે બ્રાહ્મણ પણ ઉઠ્યો, અને લક્ષ્મીનું આગમન થયું જાણુને વનમાં ગયે. શેઠ ઘરમાં આવીને વૃદ્ધા પાસે બોલવા લાગે –“હે માજી! આપના કર્ણને શૂળ ઉત્પન્ન કરનાર પિલા બ્રાહ્મણને મેં કાઢી મૂળે છે. એવાં યુક્તિનાં વચને કહીને કાર્યો છે કે જેથી તે લેકે પણ પિતાપિતાને ઘેર ગયાં છે, માટે હેમાજી! હવે સુખેથી અહીં રહે.” વૃદ્ધાએ વિચાર્યું કે “સરવતી તે અપમાન પામને ગઈ, હવે હું પણ ત્યાં જઈને પિતાના ઉત્કર્ષનું વૃત્તાંત પૂછું.” એમ વિચારીને વૃદ્ધાએ શેઠને કહ્યું કે-“આ ઝોળીને સાચવીને સારે ઠેકાણે મૂકે, હું હમણાં બહિર્ભુમિ જાઉં છું.” શેઠ બેલ્યા કે-“જળનું પાત્ર લઇને તમારી સાથે જ આવું છું.” ત્યારે તે બેલી કે–“નહીં, નહીં; એમ કરવાથી કે બ્રમથી ચર્ચા કરે, તમારે નગરશેઠને એમ કરવું ઉચિત નથી,