Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - - - 316 ધન્યકુમાર ચરિત્ર. નહિ, વચન બેલતાં પણ ખલના થતી હતી, નેત્રથી બરાબર જોઈ શકાતું નહોતું, મલિન વેત વસ્ત્ર ધારણ કરેલું હતું, શરીરને ભાગ કટીપ્રદેશથી નીચે નમી ગયેલો હતો, તેથી હાથમાં લાકડીને ટેકો રાખ્યો હતો. ચાલતાં પગ થરથરતાં હતાં, તેથી તે લડથડિયા ખાતી ખાતી મુશ્કેલીથી ચાલતી હતી. આવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરીને તે નગરમાં આવી. નગરમાં ભમતી ભમતી તેજ શેઠના મહેલમાં પાછલા દ્વાર પાસે આવીને દીન વાણીવડે તે જળની યાચના કરવા લાગી. તે દ્વાર અર્ધ ઉઘાડું હતું, ત્યાં તે શેઠની પત્ની તથા તેની પુત્રવધુ બેઠી બેઠી પેલા બ્રાહ્મણની મધુર વાણી રસિકતાથી સાંભળતી હતી. તેણના કર્ણમાં આ વૃદ્ધાનું વચન ઉકાળેલા સીસા જેવું લાગ્યું, અને શ્રવણમાં રસને ભંગ થવા લાગે, તેથી સાસુએ ક્રોધથી વહુને કહ્યું કે હે વત્સ ! જો જો, પાછળને દ્વારે કોણ પિકાર કરે છે? કોઇક કઠેર શબ્દ બેલે છે, તેથી આ મધુર વાણી સાંભળવામાં વિન્ન થાય છે, માટે તે જે કાંઈ માગે તે આપીને તેને અહીંથી કાઢી મુક, કે જેથી સુખે સાંભળી શકાય. આવું સુંદર શ્રવણ કરવાનું આજ કોઈ મહાપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું છે. ફરીથી આવું મળશે નહીં. આ ક્ષણ લક્ષ મહેરથી પણ વધારે મળે છે, એક ઘડી પણ જન્મ અને આખા જીવતરને સફળ કરનારી છે, માટે જલદી ' જઈને તેને રજા આપી પાછી આવ.” આ પ્રમાણે વારંવાર સાસુએ કહ્યું, ત્યારે સાસુનું વચન અનુલંઘનીય છે એમ જાણું એક વહુ આ કાર્ય દુષ્કર માનતી હોય તેમ કાંઈક બડબડતી દેડતી ગઈ, અને દ્વાર ઉઘાડીને તે ડોશીને કહેવા લાગી કે “અરે, રોડ શી ! કેમ પોકાર કરે છે ? અમૃત પાનની જેમ સંસા