Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 320 ધન્યકુમાર ચરિત્ર. ઉપમા આપી વર્ણવે છે? માટે મેં તને જાણી કે તું મહા મુર્ખ છે. તું આવડી મેટી ઉમરની થઈ છે, તે પણ વખત બેવખતને હજુ જાણતી નથી. કદાચ કઈ મોટું માણસ અયોગ્ય અને વસરે આપણે ઘેર આવ્યું હોય, તે તેને યોગ્ય સન્માન અને શિષ્ટાચાર કરીને વિદાય કરી પિતાના કાર્યમાં સાવધાન થાય તેજ ડાહ્યા કહેવાય, પણ તારા જેવા ડાહ્યા કહેવાય નહિ.” આ પ્રમાણે સાસુનું વચન સાંભળીને વહુ બોલી કે “અપે કહ્યું તે બરાબર છે, પરંતુ એકવાર અહીં આવીને મારું એક વચન સાંભળીને પછી ખુશીથી જાઓ. શા માટે નકામા લેકેને સંભળાવે છે ?" તે સાંભળીને સાસુ ભ્રકુટી ચડાવીને નેત્રને વાંકા કરતી આવી, અને બેલી-લે, આ આવી. શું કહે છે?” ત્યારે તે વહુએ છેતાની કક્ષામાં લુગડાની અંદર રાખેલું રત્ન જડીત સુવર્ણનું પાત્ર દેખાડ્યું. તે જોતાં જ સૂર્યને ઉદય થતાં કમળની જેમ સાસુનું મુખ વિકસ્વર થયું હાસ્ય અને વિસ્મયસહિત તેણીએ વહુને પૂછયું કે-“હે પુત્રી ! આ તારા હાથમાં ક્યાંથી આવ્યું ?' વહુએ કહ્યું- હે પૂજય ! આજે તમારા ભાગ્યના ઉદયવડે ગંગાનદી પિતાની મેળેજ વગર બોલાવી આવી છે, તે તમે કેમ મારેપર કેપ કરે છે? તમે પૂરી વાત જાણ્યા વિના મને દુવચન કર્યો. તે તમારી જેવાને ચગ્ય નથી. તમારા ચરણની સેવા કરતાં મારી આટલી ઉમર ગઈ, તે સર્વે આજે ઘરના સર્વે માણસે વચ્ચે તમે નિષ્ફળ કરી. હું તમને શું જવાબ આપું? કોઈક વાત પૂજ્યને કહેવા લાગ્યા હોય અને કોઈ ને પણ હૈય, કેઈ વચન પ્રગટ કહેવા જેવું હેય અને કેઈ એકાંતમાં ચાર કાને જ રાખવા જેવું હોય, તેથી બધાના સાંભળતાં તમને