Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પલ્લવ. * 308 કોઇની સિદ્ધિ થતી નથી. કારણકે તે અંગીકાર કરેલા પુરૂષે મારે માટે થઈને સેંકડે અને હજારે દેશમાં પરિભ્રમણ કરે છે, અને મારા અંગીકૃત પુરૂષ પાસે આવી સેવકની જેમ તેમની આગળ ઉભા રહે છે. કહ્યું છે કે - वयोवृद्धास्तपोवृद्धा, ये च वृद्धा बहुश्रुताः / ते सर्वे धनवृद्धानां, द्वारे तिष्ठन्ति किंकराः // જેઓ વૃદ્ધ છે, તપસ્યાવડે વૃદ્ધ છે અને જેઓ બહુશ્રુત તરીકે વૃદ્ધ છે, તે સર્વે ધનથી વૃદ્ધિ પામેલાના દ્વાર પાસે કિંકરની જેમ આવીને ઉભા રહે છે.” વળી ધનિકની પાસે તેની ખુશામત કરનારા અનેક વચને બેલે છે, અછતા ગુણેને આરોપ કરીને ઉપમા તથા ઉદ્વેક્ષા વિગેરે અલંકાર સહિત તેની પ્રશંસા કરે છે, છત્રપ્રબંધ, હારપ્રબંધ વિગેરે પ્રબંધે રચીને તેમાં તેના ગુણોનું વર્ણન કરી પિતાની વિદ્વત્તા બતાવે છે. આ પ્રમાણે કરીને પણ તેની કૃપાને સંપાદન કરે છે. તેમાં જો કદાચ લક્ષ્મીવાન પ્રસન્ન થયે તે તે વિદ્વાન પોતાના મનમાં હર્ષિત થાય છે અને જે તેની પ્રસન્નતા ન થઈ તો ખેદ પામે છે, એટલે ફરીથી પણ ભિન્ન ભિન્ન સ્તુતિ વચને બોલીને તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. તે વિષે કહ્યું છે કે दृशां प्रान्तैः कान्तैः कलयति मुदं कोपकलितैरमीभिः खिन्नः स्याद्घनधननिधीनामपि गुणी / उपायैः स्तुत्यायैः कथमपि स रोषानपनयेदहो मोहस्येयं भवभवनवैषम्यघटना // “ગુણવાન વિદ્વાન પણ પુષ્કળ ધનના નિધિ સમાન ધનિકની દષ્ટિના પ્રાંત ભાગને મનહર (પ્રસન્ન) દેખે તો ખુશ થાય