Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ આ સપ્તમ પવિ. ' 303 આપશે, છેવટે લેલાથી પણ મારું કાર્ય સિદ્ધ થશે. તેના અને મારા નશીબને વિલાસ હવે જોઈએ છીએ. તેમાં કોણ હારે છે, તે પણ જવાનું છે. આ પ્રમાણે વિચારીને હમેશાં તે શ્રેષ્ઠીને ઘેર આવી આશિર્વાદ આપવા લાગે અને ભોજનની યાચના કરવા લાગે. તે શ્રેષ્ઠી પણ પહેલે દિવસે જે વચનવડે ઉત્તર આ હતું તેજ વચનવડે હમેશાં ઉત્તર આપતે, ત્યારે તે ચારણે એક વખતે પૂછયું કે–“કલ ક્યારે થશે?” ધનકર્માએ જવાબ આપે– “હમણાં તે આજીવતે છે. કાલની કોને ખબર છે? કાલ થશે ત્યારે આપીશ.” આમ કહીને તેણે તેને વિસર્જન કર્યો. આ પ્રમાણે હમેશાં કરતાં ઘણાં દીવસો વીતી ગયા, પણ ધનકર્મીએ તે ભાટને કાંઈ પણ આપ્યું નહિ. છેવટે તે ચારણ આંટા ખાઈ ખાઈને થાકે, અને આશાભગ્ન થવાથી વિચારવા લાગે કે-“આ કૃપણ અને લેભીએ કેઈ ઉપાયવર્ડ ભર્ચ કરતે નથી, પણ હવે કોઈ પણ જાતને પ્રપંચવડે મારે તેની પાસે ખર્ચ કરાવે છે પાણીને ડેલ હલાવ્યા વગર અગર તે પાણી કાઢવાને કેસ ચલાવ્યા વગર શું પાણી કુવામાંથી બહાર કાઢી શકાય છે? નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે લુચ્ચાની સાથે લુચ્ચાઈ કરવી. વક્ર બુદ્ધિવાળે હેય તે પરાણે પુણ્ય કરે. ' છે અને સદાચાર સેવે છે. ધનુષ્યને જો ખેંચીને ધારણ કરીએ તે જ સીધું થાય છે, નહિ તે સીધું થતું નથી. કૃપણે પુરૂષમાં અને ગ્રેસર એ આ શ્રેષ્ઠી દેવતાની સહાય વિના આધીન લઈ . શકાશે નહિ. તેથી વાંકે લાકડે કે વેહે એવી જે લેકમાં કહેવત છે તે હવે સાચી કરવી. મારું પણ સરત-હેડ સાચવવા માટે કોઈ પણ ઉપાયવડે આ કૃપણની લક્ષ્મીને આધીન કરીને