Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ કે સપ્તમ પલવ. 301 કાગધ મડા કરીશ, યા પ્રમાણે પ્રતિજ્ઞા ભાટ ગર્વથી બેલી ઉઠ્યો કે-અહે! એમાં તે શું દુષ્કર છે? મેં તે ઘણા વેજ જેવા કઠેર હૃદયવાળાને પણ પીગાયા છે, તે આ બાપડો તે કોણ મંત્ર છે તેની પાસેથી જ જયારે ભજન અને વસ્ત્રાદિક લાવીને હું આવું ત્યારે આ માગધ મંડળમાંથી દાનને વિભાગ હું ગ્રહણ કરીશે, ત્યાં સુધી ગ્રહણ નહિ કરું.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માને ઘેર તે ગયે. ત્યાં ધનકર્મા પાસે અમૃત જેવી મીઠી વાણીવડે તેણે માગણી કરી કે–“હે વિચક્ષણોમાં શિરોમણિ! તું દાન દેવામાં કેમ વિલંબ કરે છે ? આયુષ્યને કાંઈ ભરોસે નથી, આંખના પલકારા વારંવાર બંધ ઉઘડ થઈને મરણ સૂચવે છે–સંસારની અસ્થિરતા બતાવે છે, તેથી દાનધર્મમાં વિલંબે કરો તે અયુક્ત છે. કહ્યું છે કે જ્યારે વિધિ અનુકુળ હોય ત્યારે પણ દેવું, કારણ કે પૂરનાર તે પ્રભુ છે; વિધિ વાંકે હેય ત્યારે પણ દાન દેવું, કારણ કે નહિ તે તે બધું લઈ જશે.” હે સ્થિર મનવાળા ! મનુષ્યને સ્પાય તેટલું દાન આપ, તેને એકઠું કરી રાખીશ નહિ. જે ભમરીઓ મધ એકઠું કરી રાખે છે, તે બીજા વનચરે તે ઉપાડી જાય છે. કૃપણ માણસની પાતાળમાં દાટેલી લક્ષ્મીને ત્યાંજ નાશ થઈ જાય છે. અગાધ અંધારા કુવામાં ઉંડુ ગયેલું–નહિ વપરાતું પણ શેવાલ વિગેરેથી ગંધાતું થઈ જાય છે. ભિક્ષુકો ઘરે ઘરે ફરીને માગતા નથી, પણ બધ આપે છે કે દાન આપે ! દાન આપે છે દાન નહિ આપે તે અમને મળ્યાં તેવાં ફળ તમને મળશે–અમારી જેવી દશા થશે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠીને પ્રબંધ કરવા માટે અનેક સુભાષિતે--અન્યક્તિઓ વિગેરે માટે સ્વરે તે માટે છે, પણ તે શેઠનું ચિત્ત ભગશેળીયા પાષાણની જેમ જરા પણ આદ્ર થયું