Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 298 ધન્યકુમાર ચરિત્ર. વ્યાજે ધીરેલું તમામ દ્રવ્ય આપેલ છે, કારણકે તે ક્રિયામાં મેટ ભાઈજ કુશળ છે. આ પહેલા મોટા ભાઈને વિભાગ થયે ધૂળમાટી–રેતી વિગેરે જેના કળશમાંથી નીકળ્યું તેને એટલે તેવા વ્યાપારમાં કુશળ એવા બીજા ભાઈને માટીના સંકેત દ્વારા ધાન્યના ઠાર તથા ક્ષેત્રે વિગેરે જમીન આપેલ છે. તે વ્યાપારમાં નાએલ દ્રવ્ય મેટા ભાઇને આપેલ દ્રવ્ય ભાગની સરખું જ હેવું જોઈએ. આ પ્રમાણે બીજાને વિભાગ સમજે. હવે જેને હાથી, ઘેડા, ગાય, બળદ વિગેરેના હાડકા નીકળ્યા તેને હાથી, ઘોડા, ગાય, ભેંસ વિગેરે ચતુષ્પદ અને તેનાં ગોકુળ આપેલા છે. તે ભાઈનું તે વ્યાપારમાં વિશેષ લક્ષ્ય એટલે હશે અને તે પશુઓ પણ તેટલી કિમતના હરો. તે પ્રમાણે બીજાને વિભાગ સમજે. હવે જેને રત્ન, સેનું વિગેરે રોકડ નાણું નીકળ્યું તે હજુ સુધી વ્યાપારકળામાં કુશળ નહિ હોય તેમ જણાય છે. આ હેતુથી પત્રમ શ્રેષ્ઠીએ તે ન્હાને ભાઈને રેક ધન આપેલ છે. આ પ્રમાણે ચોથાને વિભાગ અને તેને મર્મ સમજે. આ પ્રમાણેના આશયવડે તમારા પિતાએ તે તે વસ્તુઓ આપવાને સંકેત સૂર ચલે છે. હવે તમે બધા તમારા મનમાં વિચાર કરે. આ પ્રમાણેનાં સાંકેતિક વિભાગવડે તે તે વ્યાપારમાં નાખેલું દ્રવ્ય સર્વને ભાગે આઠ આઠ કરોડ આવશે, તેથી તે પ્રમાણે તમારા પિતાએ સરખા ભાગે વહેચેલ છે. જુઓ ! તમારા પિતાના આશયને બતાવનાર મારા વચન પ્રમાણે તે તે વસ્તુની કિંમત થાય છે કે નહિ, તેને સર્વે પોતપોતાના મનમાં વિચાર કરીને ઉત્તર આપે.” આ પ્રમાણે કહીને વિભાગને મર્મ સમજાવી ધન્યકુમાર સાંભળવા માટે મૌન રહ્યું એટલે મેટા ભાઈએ તેના મનમાં ઉત્તર